World

યુક્રેન પર રશિયનાં હુમલા વચ્ચે G-7 ઈમરજન્સી બેઠક યોજાશે

યુક્રેન(Ukraine): રશિયા(Russia)એ ફરી એકવાર યુક્રેન પર હુમલા વધાર્યા છે. સોમવારે રશિયન સેના(Russian Army)એ યુક્રેનની રાજધાની કિવ(Kyiv) સહિત અનેક શહેરો પર મિસાઇલોથી હુમલો(Missiles Attack) કર્યો હતો. આ હુમલામાં આઠ નાગરિકોના મોત(Death) થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ પહેલા રશિયાએ 26 જૂને કિવ પર હુમલો કર્યો હતો. આ હુમલાઓ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને(Vladimir Putin) કહ્યું કે યુક્રેન પર રશિયાએ હુમલો તેના આતંકવાદી કૃત્યોના જવાબમાં કર્યો છે. યુક્રેનના સ્પેશિયલ ફોર્સે ગયા અઠવાડિયે ક્રિમિયામાં એક નાગરિક પુલને ઉડાવી દીધો હતો. તેના જવાબમાં રશિયાએ યુક્રેનને ભયંકર પરિણામોની ધમકી આપી હતી.

G7ની કટોકટીની બેઠક?
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમી ઝેલેન્સકીએ કહ્યું કે અમે આતંકવાદીઓ સાથે કામ કરી રહ્યા છીએ. યુક્રેનના શહેરો પર ડઝનબંધ મિસાઇલો છોડવામાં આવી છે. ઝેલેન્સકીએ જર્મન ચાન્સેલર ઓલોફ શુલ્ટ્ઝ સાથે પણ ફોન પર વાત કરી હતી. શુલ્ટ્ઝ જી-7ની અધ્યક્ષતા કરી રહ્યા છે. રશિયાની કાર્યવાહી બાદ G7ની ઈમરજન્સી બેઠક મંગળવારે (11 ઓક્ટોબર) બોલાવવામાં આવી છે. ઝેલેન્સ્કી પણ સભાને સંબોધશે. આ સાથે ઝેલેન્સકીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે પણ ફોન પર વાત કરી છે અને એર ડિફેન્સ ઈક્વિપમેન્ટની માંગણી કરી છે. ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે હુમલાઓ ખાસ કરીને પાવર સ્ટેશનોને નિશાન બનાવ્યા હતા. ગભરાટ અને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રશિયા આપણી ઉર્જા પ્રણાલીને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ક્રિમીઆમાં હુમલા બાદ પુતિને શું કહ્યું?
ક્રિમિયામાં થયેલા હુમલા બાદ રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનને ચેતવણી આપી હતી કે ક્રિમિયા બ્રિજ પર વિસ્ફોટ આતંકવાદી ઘટના છે. યુક્રેનના વિશેષ દળો આ હુમલા માટે જવાબદાર છે અને અમે સુનિશ્ચિત કરીશું કે તેમને તેમની કાર્યવાહીનો ચોક્કસ જવાબ મળે. અમારો પ્રતિભાવ કઠોર હશે.

રશિયાએ ઘણા શહેરોને નિશાન બનાવ્યા
પુતિનના આ નિવેદન બાદ જ રશિયાએ યુક્રેનના અનેક શહેરોને નિશાન બનાવીને 75થી વધુ મિસાઈલો છોડી હતી. આ અંગે માહિતી આપતા પુતિને કહ્યું કે અમે યુક્રેનના ઉર્જા ભંડાર, સૈન્ય સ્થાનો અને સંચાર સુવિધાઓ પર હુમલો કર્યો છે. ક્રેમલિને સોમવારે જણાવ્યું હતું કે યુક્રેનમાં તેના દળો દ્વારા છોડવામાં આવેલ એક વિશાળ મિસાઈલ સાલ્વો યુક્રેનમાં રશિયાના વિશેષ લશ્કરી કામગીરીના માળખામાં છે. આ હુમલાઓ પર યુરોપિયન યુનિયને કહ્યું હતું કે યુક્રેનના નાગરિકો પર રશિયાનો હુમલો યુદ્ધ અપરાધની શ્રેણીમાં આવે છે.

Most Popular

To Top