કાબુલ :અફઘાનિસ્તાન (AFGHANISTAN)ની રાજધાની (CAPITAL)ના ઉત્તર છેડે શનિવારે મોડીરાતે ઘણા ઈંધણ ટેન્કરો (PETROLEUM TENKAR)માં આગ લાગી હતી. જેમાં ઓછામાં ઓછા 7 લોકો (7 DEATH) માર્યા ગયા અને 14 અન્ય ઘાયલ થયા હતા. ગૃહ મંત્રાલયના પ્રવક્તા તારિક એરિયને રવિવારે કહ્યું હતું કે, તપાસ કર્મચારી બળી રહેલા ટેન્કર અને ગેસ સ્ટેશનની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે.
આગ આકસ્મિક હતી કે જાણી જોઈને લગાવાઈ હતી તે તાત્કાલિક કહેવું મુશ્કિલ છે. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે યુએસ અને નાટોના સૈનિકોએ દેશમાંથી પીછેહઠ શરૂ કરી દીધી છે. જેના કારણે અફઘાનિસ્તાનમાં અમેરિકાનું સૌથી મોટું યુદ્ધ સમાપ્ત થવાનું હતું. 11 સપ્ટેમ્બર સુધીમાં તમામ 2,500થી 3,500 યુએસ સૈનિકો અને આશરે 7,000 નાટો દળો અફઘાનિસ્તાનથી વાપસી કરવાના હતા. 11 સપ્ટેમ્બર, 2001ના રોજ યુએસમાં થયેલા આતંકી હુમલા બાદ આ સૈન્યને અફઘાનિસ્તાન મોકલવામાં આવ્યું હતું.
એરિયને જણાવ્યું હતું કે, ઈંધણના ટેન્કરમાં આગ સ્પાર્કનઆ કારણે લાગી હતી. ત્યારબાદ ટેન્કરો આગની ચપેટમાં આવી ગયા હતા. જેથી આગે એક ભયંકર રૂપ ધારણ કર્યું હતું. કાબુલના ઉત્તરીય છેડામાં લાગેલી આગમાં અનેક મકાનો અને ગેસ સ્ટેશન ચપેટમાં આવી ગયા હતા. આ આગના કારણે ઘણા બાંધકામો નાશ પામ્યા હતા અને કાબુલના મોટાભાગના વિસ્તારોમાં વીજળી કટ થઈ ગઈ હતી.
આ ઘટનામાં ઘાયલોની સ્થાનિક હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના બાદ ફાયર કર્મચારી ઘટના સ્થળે પહોંચ્યા હતા પરંતુ તેમની ક્ષમતા મર્યાદિત હોવાથી આગ પર કાબુ મેળવવામાં કલાકો લાગ્યાં હતાં. રવિવારે સવારે પણ બળી ગયેલી સામાનમાંથી આગ સળગી રહી હતી.