ક્રિકેટથી રાજકારણ સુધી Gavaskar vs Rafiq વિવાદમાં સોશિયલ મીડિયા પર આગ!”
ઇંગ્લેન્ડના પાકિસ્તાનમાં જન્મેલા ક્રિકેટર Azeem Rafiq અને ભારતીય દિગ્ગજ Sunil Gavaskar વચ્ચેનો વિવાદ હવે સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચાનો વિષય બની ગયો છે. ‘The Hundred 2026’ની હરાજીમાં Sunrisers Leeds દ્વારા પાકિસ્તાનના સ્પિનર Abrar Ahmedને લગભગ £190,000 (આશરે ₹2.35 કરોડ)માં ખરીદવામાં આવ્યા હતા. આ ટીમ ભારતના Sun Groupની માલિકીની છે, જે IPLમાં Sunrisers Hyderabadનું પણ સંચાલન કરે છે.
આ ખરીદી પર પ્રતિક્રિયા આપતા Sunil Gavaskarએ પોતાના કૉલમમાં વિવાદિત ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે પાકિસ્તાની ખેલાડીને આપવામાં આવતા પૈસા તેમના દેશની સરકાર સુધી પહોંચે છે, જે હથિયારો ખરીદવામાં વપરાઈ શકે છે અને તે “અપ્રત્યક્ષ રીતે ભારતીય સૈનિકો અને નાગરિકોના મોતમાં યોગદાન આપી શકે છે.”
આ નિવેદન સામે Azeem Rafiqએ તીખી પ્રતિક્રિયા આપી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, “આ સંપૂર્ણપણે બકવાસ છે અને તેનો કડક વિરોધ થવો જોઈએ. તમે કેટલા રન બનાવ્યા છે એ mattered નથી , આવી વાતો સ્વીકાર્ય નથી.” જોકે, રફીકના આ નિવેદન બાદ પરિસ્થિતિ તેમના વિરુદ્ધ વળી ગઈ. અનેક ભારતીય ફેન્સે તેમને જ નિશાન બનાવતા સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગ શરૂ કર્યું.
આ વિવાદનું મૂળ કારણ તાજેતરના Pahalgam terror attack 2025 બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવ સાથે પણ જોડાયેલું છે. આ ઘટનાએ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ સંવેદનશીલ બનાવી દીધા છે. આ સમગ્ર મામલો દર્શાવે છે કે ક્રિકેટ હવે માત્ર રમત નથી રહી , પરંતુ તે રાજકીય અને રાષ્ટ્રીય ભાવનાઓ સાથે પણ ઘનિષ્ઠ રીતે જોડાઈ ગયો છે.