સુરત : ફ્રેન્ડશિપ ડેના (FRriendship Day) અવસરે ડુમસ (Dumas) રોડ પર વિવિધ સંસ્થાઓના સહકારથી(Cooperation Institutions) હાથમાં તિરંગા (Tricolor) સાથે દોડનું આયોજન કરાયુ હતું. રવિવારે સવારે યોજાયલી આ દોડમાં ભાગ લેનારા સ્પર્ધકોએ ફેન્ડશિપ ડેના દિવસે યે દોસ્તી હમ નહીં તોડેંગે અને હર ઘર તિરંગાનો સંદેશ લોકોમાં વહેતો કર્યો હતો.
મિત્રતાની લાગણી વ્યક્ત કરવાનો દિવસ એટલે ફ્રેન્ડશિપ ડે
આયોજક હાર્દિક પુરોહીતે જણાવ્યું હતું કે મિત્રતાની લાગણી વ્યક્ત કરવાનો દિવસ એટલે ફ્રેન્ડશિપ ડે છે, સાથે જ દેશ આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખી અગ્રવાલ વિકાસ ટ્રસ્ટની યુવા શાખાના સહયોગથી રવિવારે સવારે સુરત ૧૦ કે, ૫ કે અને ૩ કે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં માત્ર સુરત જ નહીં પણ વ્યારા, બારડોલી, ભરુચ, અંકલેશ્વર, નવસારી, વલસાડ, વાપી, વડોદરા અને અમદાવાદાના સ્પર્ધકોઍ ભાગ લીધો હતો. અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના રાહુલ અગ્રવાલે જણાવ્યું હતું કે મેરેથોન દોડ માં કુલ 675 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સવારે ૬ વાગે ડુમસ ડિકેથ્લોન ખાતેથી દોડને ફલેગ ઓફ આપવામાં આવ્યું હતું અને ડુમસ લંગર થી યુ ટર્ન લઇને દોડ ડિકેથ્લોન ખાતે પૂર્ણ થઈ હતી.
રાષ્ટ્રધ્વજ પહોંચાડી આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવા આયોજન
દેશને આઝાદી મળ્યાને 75 વર્ષ પૂર્ણ થતાં દેશમાં સમગ્ર વર્ષને આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે ઉજવાઈ રહ્યો છે. આ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા આ વખતે સ્વતંત્રતા દિવસ પર હર ઘર તિરંગા અભિયાનની ઘોષણા કરવામાં આવી છે. ત્યારે દરેક ઘર પર તિરંગો લહેરાય તે પ્રકારના આયોજનો સુરતમાં થઈ રહ્યાં છે. શ્રી બજરંગ સેના પણ જોડાઈ છે. જ્યારે ગોલ્ડી ગ્રીન દ્વારા 75 હજારથી વધુ તિરંગાનું વિતરણ અંતરિયાળ વિસ્તારથી લઈને શહેરોમાં કરવામાં આવ્યું છે.
દેશભાવના બળવતર કરવા પ્રયાસ
ગોલ્ડી ગ્રીનના ઈશ્વરભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે, આઝાદીના આ ઉત્સવમાં કેન્દ્ર સરકાર દ્વારા દરેક ઘરે તિરંગો ફરકાવીને દેશભાવના બળવતર કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે અમે પણ આ યજ્ઞમાં આહુતિ આપવા પ્રયાસ કર્યો છે. અમે 75 હજારથી વધુ તિરંગા ડાંગથી લઈને સુરત અને સૌરાષ્ટ્રમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. વરસાદમાં પણ તિરંગો શાનથી ફરકી શકે તે માટે વિશેષ કાપડથી આ ધ્વજ બનાવવામાં આવ્યો છે. લોકોમાં પણ તિરંગો ફરકાવવાને લઈને