વાપી(Vapi): વાપીના ભડકમોરામાં રહેતા બે મિત્ર (Friend) વચ્ચે પૈસા માંગવાના મામલે ઝઘડો થતાં એક મિત્રએ બીજા મિત્રને માથામાં પાછળના ભાગે પથ્થર મારતા મોત (Death) નીપજયું હતું. વાપી જીઆઇડીસી (GIDC) પોલીસ (Police) જાતે ફરિયાદી બનીને હત્યાનો ગુનો (Complaint) નોંધી આરોપીની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.
વાપીના ભડકમોરામાં રહેતા મજૂરી કામ કરીને જીવન જીવતા મૂળ યુપીના ૨૨ વર્ષના નીરજકુમાર સ્યામલાલ તથા મૂળ બિહારના હાલ ભડકમોરામાં રહેતા ૩૦ વર્ષના રીંકુ વચ્ચે પૈસા માગવા બાબતે ઝઘડો થયો હતો. નીરજકુમારે તેના મિત્ર રીંકુ પાસે રૂપિયા ૨૫૦૦ માગ્યા હતા. રીંકુએ તેની પાસે એટલા પૈસા નહીં હોવાથી આપવા માટે ઇન્કાર કરી દેતા નીરજકુમાર તથા રીંકુ વચ્ચે ઝઘડો થયો હતો. દરમિયાન રીંકુને માથાના પાછળના ભાગે પથ્થર ઉંચકીને નીરજકુમારે મારતા સ્થળ પર જ રીંકુનું મોત નીપજ્યું હતું. વાપી જીઆઇડીસી પોલીસ મથકના એએસઆઇ અમૃતભાઇ નારણભાઇએ ખૂદ ફરિયાદી બનીને આરોપી નીરજકુમાર સામે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી નીરજકુમારની ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી. મૂળ બિહારના રીંકુનું આખું નામ કે તેના કોઈ સગાસંબંધી નહીં મળ્યા હોવાથી પોલીસે ખૂદ ફરિયાદી બનીને ગુનો નોંધ્યોહતો. આ બંને મિત્રોનું રહેવાનું કોઇ ઘર કે ઠેકાણું ન હોવાથી દિવસે મજૂરી કરી રાત્રે રેલવે સ્ટેશન કે અન્ય સ્થળે સૂઇ રહેતા હતા.
વાપી પોલીસના જાપ્તામાંથી ભાગેલો આરોપી મહારાષ્ટ્રના જંગલમાંથી પકડાયો
વાપી: સન 2018માં વાપી ટાઉન પોલીસના જાપ્તા દરમિયાન ધક્કો મારી કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો હતો. જે આરોપીને વલસાડ એસઓજીની ટીમે મહારાષ્ટ્રના જંગલમાંથી દબોચી લીધો હતો. વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં 2018માં નોંધાયેલા એક ગુનાના કામે નાસતો ફરતો આરોપી કૈલાસ ભીમલા નીગવાલને તથા વાપી ડુંગરા પોલીસમાં નોંધાયેલા એક ગુના અંતર્ગત વાપી કોર્ટમાં રજૂ કરવા લઈ જતી વેળાએ કેદી જાપ્તાના પોલીસ કર્મીને ધક્કો મારી ભાગી ગયો હતો. જે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર પરના એરિયામાં જંગલ વિસ્તારમાં હોવાની બાતમી મળતાં વલસાડ એસઓજીની ટીમે ત્યાં પહોંચી 08/02/22ના રોજ પકડી પાડ્યો હતો. આ આરોપીને વધુ કાર્યવાહી માટે વાપી ટાઉન પોલીસને સોંપી દીધો હતો.