સુરત : સુરતના (Surat) વેપારીઓ સાથે જો છેતરપિંડી (Fraud) કરાઇ હશે તો તે દેશના કોઇ પણ ખૂણામાં હશે તેને છોડવામાં નહી આવે તેમ રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. સુરતમાં મહિધરપુરા હીરાબજારની ઓચિંતી મુલાકાતે હર્ષ સંઘવી પહોંચ્યા હતા. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન હર્ષ સંઘવી દ્વારા હીરાના વેપારીઓ તેમજ દલાલો સાથે મીટિંગ કરવામાં આવી હતી. હર્ષ સંઘવીએ વેપારીઓ અને દલાલોની તકલીફો જાણી હતી અને હીરા પણ જોયા હતા. હર્ષ સંઘવીએ બાદમાં જણાવ્યું હતું કે, હું હીરા બજારમાં આવ્યો છું તો કંઇક આપીને જઈશ અને હીરા બજારની જે પોલીસ ચોકી છે, તેને અદ્યતન બનાવી સ્ટાફ પણ વધારવામાં આવશે. આ ચોકીમાં વેપારીઓની નાની-મોટી ફરિયાદોનો પણ ઉકેલ લાવવામાં આવશે. મારા સુરતનો વેપારી સૌરાષ્ટ્ર હોય કે ઉતર ગુજરાત કે પછી દેશ-વિદેશથી અનેક લોકો સુરતના હીરા ઉઘોગના વ્યવસાય સાથે જોડાયેલા છે પરંતુ, સુરતનું પાણી આપણે સૌ લોકો જાણીએ છીએ કે, અહી એકબીજા પર વિશ્વાસ કરનારા લોકો છે.
- મહિધરપુરા હીરાબજારની ઓચિંતી શુભેચ્છા મુલાકાતે પહોંચેલા હર્ષ સંઘવીએ વેપારી-દલાલો સાથે મુલાકાત કરી
- હર્ષ સંઘવીએ કહ્યું કે, મહિધરપુરા, હીરાબજારની પોલીસ ચોકીમાં સ્ટાફ વધારીને તેને અદ્યતન બનાવવામાં આવશે
અહીં અજાણ્યા લોકોને પણ લાખો રૂપિયાનો માલ આપીને એકબીજાના વિશ્વાસ ઉપર વેપાર કરતા હોય છે અને આ જ વેપાર કરતા-કરતા તમામ લોકો મોટા થયા છે પરંતુ, મારા સુરત શહેરના કોઈ વેપારીનો માલ કે જે વિશ્વાસ પર આપ્યો હોય અને તેની સાથે વિશ્વાસઘાત થાય તો તે માત્ર સુરતમાં જ નહી પરંતુ, તે દેશના કોઈપણ ખૂણામાં હોય તો તેને પકડીને લાવવાની વ્યવસ્થા કઈ રીતે થાય તે પ્રકારનું આયોજન કરાઈ રહ્યું છે અને તેની પર હું જાતે ધ્યાન આપી રહ્યો છું. વામાં આવી રહ્યું છે અને તે આયોજન પર મારું પર્સનલ ધ્યાન છે. આવનારા દિવસોમાં અહિયાં વધુ સ્ટાફ આપીને વેપારી સાથે ચીટીંગ કરનાર વ્યક્તિને શોધીને લાવીને કડકમાં કડક કાર્યવાહી કરવાની જવાબદારી મારી છે.