સુરત: સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા ફ્રોડ જીએસટી બિલ (GST Bill) મામલે ઇકોનોમી સેલને મોટી સફળતા મળી છે. તેમાં 14 ઇસમની ધરપકડ (Arrest) કરી ચાર દિવસનાં રિમાન્ડ મેળવ્યાં છે. આ આખા પ્રકરણમાં હાલમાં તો 1206 કરોડનાં બોગસ જીએસટી બિલ લોકોને પધરાવવામાં આવ્યાં અને તેની સામે 116 કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે કે કૌભાંડીઓએ ફ્રોડ બિલ મારફત આ નાણાં પોતાનાં ગજવાંમાં ઘાલી દીધાં.
સુરતના પચાસ જેટલા પોલીસ કાફલા દ્વારા મોરબી, રાજકોટ, સુરત, અમદાવાદ, ભાવનગર, અમરેલી જિલ્લામાં દરોડા કરવામાં આવ્યા હતા. તેમાં સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી હતી. હાલમાં રેકેટ પાછળ મુખ્ય સૂત્રધાર તરીકે આલમ શેખ (સુરત), સુફિયાન કાપડિયા (સુરત), ઉસ્માન બગલા (ભાવનગર) અને સજ્જાદ રઉજાની (ભાવનગર) હોવાનું જણાયું છે. પ્રાથમિક તપાસમાં પ્રથમ જે ૮ પેઢી સબબ ગુનો નોંધાયેલ તેનું ટર્નઓવર ૧૦૬ કરોડ અને અન્ય ૧૩ પેઢીઓનું ટર્નઓવર અંદાજિત ૭૩૩ કરોડ હોવાનું જણાયું છે, જેમાં અંદાજિત ITC (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) ૪ર કરોડ મેળવ્યા હોવાનું જણાયું છે. આ સિવાય સુરત, અમદાવાદ, ભાવનગર વગેરે જિલ્લાઓમાંથી આશરે ૧૪૨ પેઢીનું ટર્ન ઓવર અંદાજિત ૪૨૦ કરોડ હોવાનું અને તેમાંથી અંદાજિત ITC (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) ૭૪ કરોડ મેળવ્યા હોવાનું જણાયું છે.
જીએસટી રેકેટમાં સુરત પોલીસની આ સફળતા મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં ચાલી રહેલા ફ્રોડ જીએસટી કૌભાંડમાં સુરત પોલીસને મળેલી આ સફળતાની વિગતો શહેર પોલીસ કમિશનર અજય તોમરે જણાવી હતી.
આખું ભોપાળું પાંચ હજાર કરોડનું હોવાની પોલીસને આશંકા
સુફિયાન કાપડિયા સહિત અન્ય ચીટરોની પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવાનો તખ્તો ગોઠવાયો છે. તેમાં સુફિયાન એકલાએ જ એક હજાર કરોડનાં ફ્રોડ બિલ ઇસ્યુ કર્યા હોવાની શંકા છે. ઉપરાંત સુફિયાન જેવા અન્ય ઇસમો સામે તપાસ કાર્યવાહી તેજ કરવામાં આવી છે. પોલીસ ફ્રોડ બિલના જીએસટીનો આંકડો પાંચ હજાર કરોડને પાર જવાની શક્યતા વ્યક્ત કરી છે. અગાઉ સુફિયાનની 56 કરોડના ફ્રોડ બિલમાં સેન્ટ્રલ જીએસટી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અલબત્ત તત્કાલ સમયે સીજીએસટીની આખી તપાસ શંકાના દાયરામાં આવી હોવાની વાત છે. હવે આ આખો મામલો શહેર પોલીસના હાથમાં આવી ચડ્યો છે. ત્યારે આ તપાસને આરપાર જવાનો દાવો પીઆઇ બલોચ દ્વારા કરવામાં આવ્યો છે.
પોલીસને બાતમી મળી અને આખું કૌભાંડ બહાર આવ્યું
“કેટલીક વ્યક્તિઓ બનાવટી દસ્તાવેજોના આધારે એબી એન્ટરપ્રાઇઝ, બારિયા એન્ટરપ્રાઇઝ, ગણેશ એન્ટરપ્રાઇઝ, જય અંબે એન્ટરપ્રાઇઝ, એમ.ડી. ટ્રેડિંગ, મકવાણા એન્ટરપ્રાઇઝ, એમ.ડી.એન્ટરપ્રાઇઝ, એસ.જી.એન્ટરપ્રાઇઝ જેવી ડમી પેઢીઓ/ફર્મના નામે ખોટા દસ્તાવેજો આધારે GST રજિસ્ટ્રેશન મેળવી તેવા પેઢીઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેવા બેંક એકાઉન્ટમાં ગેરકાયદે વેપાર ધંધો કરી ટેક્સ ક્રેડિટ મેળવવા ખોટાં બિલો બનાવી ડમી બેંક એકાઉન્ટમાં મસમોટી રકમના નાણાકીય ટ્રાન્ઝેક્શનો કરી પોતાનો આર્થિક લાભ મેળવી સરકાર સાથે નાણાકીય ઉચાપત કરી આર્થિક નુકસાન પહોંચાડી વેપારી તરીકે છેતરપિંડી વિશ્વાસઘાત કરી રહેલ છે” તેવી બાતમીના હકીકત મળતાં જે બાતમી હકીકતની ખરાઇ કરતાં ઉપરોક્ત તમામ પેઢી/ફર્મનું GST રજિસ્ટ્રેશન નંબર મેળવવા જે-તે વ્યક્તિએ ટોરેન્ટ પાવર લિમિટેડ કંપની તથા DGVCLનાં ખોટાં લાઇટ બિલો, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં અપલોડ કરેલ કોટો તથા આધારકાર્ડનો ફોટો અલગ વ્યક્તિનો હોવાનું અને તેવા બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં પકડાયું હતું.
ડીજીવીસીએલ અને આધાર કાર્ડના ફ્રોડ પુરાવાના આધારે જીએસટી નંબર મેળવાયા
એસ.જી.એન્ટરપ્રાઇઝ જેવી ડમી પેઢીઓ ફર્મના નામે ખોટા દસ્તાવેજો આધારે GST રજિસ્ટ્રેશન મેળવી તેવા ફર્મ/પેઢીઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેવી બાતમી હકીકત મળતાં જે બાતમી હકીકતની ખરાઇ કરતાં ઉપરોક્ત તમામ પેઢી/ફર્મનું GST રજિસ્ટ્રેશન નંબર મેળવવા જે-તે વ્યક્તિએ ટોરેન્ટ પાવર લિમિટેડ કંપની તથા DGVCLનાં ખોટાં લાઇટ બિલો, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં અપલોડ કરેલ ફોટો તથા આધારકાર્ડનો ફોટો અલગ વ્યક્તિનો હોવાનું અને તેવા બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી, ડમી વ્યક્તિઓનાં નામ ફોટાનો ઉપયોગ કરી ડમી પેઢીના નામે GST નંબર મેળવવામાં આવેલ હોવાનું પ્રાથમિક રીતે જણાતાં ઉક્ત ડમી પેઢીઓ ખોલાવનાર તથા તપાસમાં નીકળે એ તમામ વ્યક્તિઓ વિરુદ્ધ સરકાર તરફે.