Trending

ફ્રાન્સ-અમેરિકા રાજદ્વારી તણાવ: Charles Kushner ને મંત્રીઓ સાથે સીધી મુલાકાત પર રોક

ફ્રાન્સ અને અમેરિકા વચ્ચે રાજદ્વારી તણાવનો નવો પ્રકરણ સામે આવ્યો છે. ફ્રાન્સ સરકારે અમેરિકાના રાજદૂત Charles Kushner ને હવે ફ્રેન્ચ સરકારના મંત્રીઓ સાથે સીધી મુલાકાત કરવાની મંજૂરી આપવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ પગલું ત્યારે લેવાયું જ્યારે તેઓ ફ્રાન્સના વિદેશ પ્રધાન Jean-Noël Barrot દ્વારા મોકલાયેલા સમન્સ પર હાજર રહ્યા નહોતા.

ફ્રાન્સના વિદેશ મંત્રાલય, જેને Quai d’Orsay તરીકે ઓળખવામાં આવે છે, તેમણે જાહેર નિવેદનમાં જણાવ્યું છે કે રાજદૂત તરીકેની ભૂમિકા અંગે મૂળભૂત અપેક્ષાઓનું પાલન જરૂરી છે. મંત્રાલયે જણાવ્યું કે હવે Charles Kushner ને ફ્રેન્ચ મંત્રીઓ સુધી સીધી પહોંચ આપવામાં નહીં આવે, પરંતુ તેઓ સામાન્ય રાજદ્વારી કાર્ય અને અધિકારીઓ સાથેની ચર્ચા ચાલુ રાખી શકશે.આ વિવાદનો મૂળ કારણ ફ્રાન્સના યુવા ફાર-રાઈટ કાર્યકર Quentin Deranque ના મોત સાથે જોડાયેલું છે. 12 ફેબ્રુઆરીએ Lyon શહેરમાં થયેલી ઝપાઝપી દરમિયાન તેમને ગંભીર માથાની ઇજાઓ પહોંચી હતી અને બે દિવસ બાદ તેમનું મોત થયું હતું.ઘટનાના વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ફ્રાન્સમાં ભારે ચર્ચા ,રોષ જોવા મળ્યો હતો.

આ ઘટનાને લઈને અમેરિકાના કેટલાક સત્તાવાર નિવેદનોમાં ડાબેરી હિંસાની સંભાવના દર્શાવવામાં આવી હતી. ફ્રાન્સ સરકારે આ ટિપ્પણીઓને આંતરિક મામલામાં દખલ ગણાવીને કડક વિરોધ નોંધાવ્યો હતો. Jean-Noël Barrot એ સ્પષ્ટ કહ્યું હતું કે ફ્રાન્સ કોઈપણ દેશ તરફથી તેના આંતરિક મુદ્દાઓ પર રાજકીય ટિપ્પણી સ્વીકારશે નહીં.જો કે પોલીસ તપાસ મુજબ અત્યાર સુધી બે લોકો સામે હત્યાનો કેસ નોંધાયો છે અને કુલ 11 લોકોને આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તપાસ હજુ ચાલુ છે અને અધિકારીઓ વધુ પુરાવા એકત્ર કરી રહ્યા છે.

આ ઘટનાએ યુરોપિયન રાજકારણમાં પણ ચર્ચા જગાવી છે. ઇટાલીના વડાપ્રધાન Giorgia Meloni એ પણ આ ઘટના અંગે નિવેદન આપ્યું હતું અને ડાબેરી અતિરેકવાદ અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જેના કારણે ફ્રાન્સ અને ઇટાલી વચ્ચે પણ રાજકીય ચર્ચા ગરમાઈ છે.ઉલ્લેખ નીય છે કે આ પહેલીવાર નથી જ્યારે Charles Kushner ફ્રેન્ચ સત્તાવાળાઓના સમન્સ પર હાજર રહ્યા ન હોય. અગાઉ પણ તેમના કેટલાક નિવેદનોને લઈને ફ્રાન્સે અસંતોષ વ્યક્ત કર્યો હતો. હાલની સ્થિતિએ બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોમાં તણાવ વધ્યો હોવાની ચર્ચા તેજ બની છે.

Most Popular

To Top