નવી દિલ્હી: ફ્રાંસની (France) મંત્રી મર્લિન શિયાપ્પાએ પ્લેબોય મેગેઝિનના (Playboy Magazine) કવર પેજ માટે પોઝ આપ્યો હતો તેમજ આ મેગેઝિનમાં તેનું 12 પાનાનું ઈન્ટરવ્યુ (interview) પણ આવ્યું હતું જેના કારણે દુનિયાભરમાં આ અંગેની ચર્ચા ચાલી રહી છે. ફ્રાંસની પીએમ એલિઝાબેથ બોર્ને પણ આ માટે માર્લિનની ટીકા કરી હતી.
માર્લિને જે 12 પેજનું ઈન્ટરવ્યુ આપ્યું હતું તેમાં તેણે મહિલાઓના હક, કાયદા, એબોર્શનની વાત કહી હતી. આ ઉપરાંત માર્લિન એવી પહેલી મહિલા નેતા છે જેણે પ્લેબોયના કવર પેજ માટે પોઝ આપ્યો હોય તેમજ ઈન્ટરવ્યુ આપ્યું હોય. માર્લિને ઈન્ટરવ્યુ આપ્યું હતું તે પેજનું કવર પેજ પ્રકાશિત થયું છે. ઉપરાંત આ મેગેઝિન ફ્રાંસ એડિશનમાં પ્રકાશિત થશે.
આ હંગામા પછી માર્લિને પોતાનો બચાવ કરવા માટે એક ટ્વિટ કર્યું હતું જેમાં તેણે કહ્યું હતું કે મહિલાઓએ તેઓને પોતાના શરીર પર સંપૂર્ણ હક છે. તેઓ પોતાના શરીર સાથે કંઈક પણ કરવા માટે સ્વતંત્ર છે. ફ્રાંસમાં મહિલાઓ આઝાદ છે. આ વાતથી કોઈને ગમે તે પ્રોબલમ હોય એ તેમનો પ્રોબલમ છે.
આ મામલે વિવાદ વધ્યા બાદ પ્લેબોયે પોતાનો બચાવ કરતા કહ્યું છે કે માર્લિન આ ફોટોશૂટ માટે યોગ્ય વ્યક્તિ હતી કારણ કે તે મહિલાઓના અધિકારો સાથે જોડાયેલી છે. તે સારી રીતે સમજે છે કે આ મેગેઝિન માત્ર પુરુષો માટે નથી પરંતુ તે ફેમિનિસ્ટ કોઝ માટેનું માધ્યમ બની શકે છે. મેગેઝિને કહ્યું કે પ્લેબોય સોફ્ટ પોર્ન મેગેઝિન નથી પરંતુ 300 પેજનું ત્રિમાસિક મેગેઝિન છે. અલબત્ત, મેગેઝિનના કેટલાક પૃષ્ઠો પર નગ્ન સ્ત્રીઓના ચિત્રો છે, પરંતુ મોટાભાગના પૃષ્ઠો પર આવું થતું નથી.
જણાવી દઈએ કે ફ્રાંસની મંત્રી માર્લિન 40 વર્ષની છે. તે 2017 માં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની કેબિનેટમાં જોડાઈ હતી. તે બે બાળકોની માતા છે. તે એક લેખિકા પણ છે. તેણે 28 થી વધુ નવલકથાઓ લખી છે. માર્લિન, જે પોતાને નારીવાદી તરીકે વર્ણવે છે, તે ઘણી વખત આક્રમક રીતે મહિલાઓના મુદ્દાઓ પર પોતાનું વલણ વ્યક્ત કરે છે. તેણી 2017 માં પ્રથમ વખત લિંગ સમાનતા મંત્રી તરીકે ફ્રેન્ચ કેબિનેટમાં જોડાઈ હતી. તે પહેલા પણ ઘણી વખત વિવાદોમાં ફસાઈ ચૂકી છે. પરંતુ આ વખતે ફ્રાંસની કેબિનેટ પોતે જ તેમના પગલાની વિરુદ્ધમાં છે.