Gujarat

અમદાવાદ એરપોર્ટ પરથી ચાર મહિલાઓની 1.52 કરોડના સોના સાથે ધરપકડ

અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ ઉપર કસ્ટમ સત્તાવાળાઓએ જેદાહથી ફ્લાઈટમાં આવેલી ચાર મહિલાઓ પાસેથી 495.57 ગ્રામ સોનુ કિંમત રૂ. 1.52 કરોડનો જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી મુજબ જેદાહ થી ફ્લાઈટમાં અમદાવાદ એરપોર્ટ ઉપર ચાર મહિલાઓ ઉતરી હતી. આ મહિલાઓનું કસ્ટમ ક્લિયરન્સ દરમિયાન એક્સપ્રેસ સ્ક્રેનીંગ થતાં શંકાસ્પદ જણાતા તેઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં મહિલાઓ પાસેથી સોનાની 7 ચેઈન તથા 7 સોનાની બંગડી મળી આવી હતી જેનું વજન 945.57 ગ્રામ છે.

Most Popular

To Top