Sports

પાકના પૂર્વ અમ્પાયરનું નિધન: IPLમાં ફિક્સીંગના આરોપ લાગ્યા હતા, છેલ્લાં દિવસોમાં…

નવી દિલ્હી: ICCના ભૂતપૂર્વ અમ્પાયર(Former Umpire) અને પાકિસ્તાન(Pakistan)ના ક્રિકેટર અસદ રઉફ(Asad Rauf)નું નિધન(Dies) થયું છે. તેઓ 66 વર્ષના હતા. તેમના મૃત્યુની જાણકારી ભાઈ તાહિર રઉફે આપી હતી. કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું મૃત્યુ થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે તે લાહોરમાં પોતાની દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે જ તેને છાતીમાં દુખાવો થયો, જેના પછી તેનું મોત થયું હતું. તમને જણાવી દઈએ કે બીસીસીઆઈ દ્વારા તમામ પ્રકારના ક્રિકેટમાં અમ્પાયરિંગ પર પ્રતિબંધ લગાવ્યા બાદ અસદ રઉફ લાહોરના લંડા બજારમાં કપડા અને શૂઝની સેકન્ડ હેન્ડ દુકાન ચલાવતો હતો. અસદ રઉફને 170 આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયરિંગનો અનુભવ હતો. જેમાં 49 ટેસ્ટ, 23 T20I અને 98 ODI સામેલ છે. આ સિવાય તેણે 15 ટેસ્ટ મેચમાં ટીવી અમ્પાયરની ભૂમિકા પણ ભજવી હતી. અસદ રઉફની અમ્પાયરિંગ કારકિર્દી 2000 થી 2013 સુધી ચાલી હતી. આ દરમિયાન, તે ICCની એલિટ અમ્પાયરિંગ પેનલનો સભ્ય પણ હતો.

આંતરરાષ્ટ્રીય કારકિર્દી 2000 માં શરૂ થઈ
રઉફની અમ્પાયરિંગ સફર 1998માં જ શરૂ થઈ હતી. પરંતુ આંતરરાષ્ટ્રીય મેચોમાં તે પ્રથમ વખત વર્ષ 2000માં પાકિસ્તાન વિરુદ્ધ શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચમાંથી બહાર આવ્યો હતો. પછી 4 વર્ષ પછી એટલે કે 2004 માં, તે ક્ષણ આવી જ્યારે રૌફને ICC દ્વારા તેની આંતરરાષ્ટ્રીય પેનલમાં સામેલ કરવામાં આવ્યો.

2013માં સ્પોટ ફિક્સિંગ બાદ કરિયરે યુ-ટર્ન લીધો
જોકે, જ્યારે બધું બરાબર ચાલી રહ્યું હતું ત્યારે 2013માં તેના પર IPLમાં સ્પોટ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. અને તેની કારકિર્દીએ યુ-ટર્ન લીધો. તે ICC ના મનપસંદ અમ્પાયરમાંથી મુંબઈ પોલીસનો વોન્ટેડ આરોપી બન્યો હતો . ફિક્સિંગનો આરોપ લાગ્યા બાદ રઉફે આઈપીએલની વચ્ચે જ ભારત છોડી દીધું હતું. આ પછી તે તે જ વર્ષે આઈપીએલ બાદ યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પણ બહાર થઈ ગયો હતો. તેને આઈસીસીની ઈન્ટરનેશનલ અમ્પાયર્સ પેનલમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2016માં BCCIએ ભ્રષ્ટાચારના આરોપોને ટાંકીને તેના પર 5 વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો હતો.તેમના જીવનના અંતિમ દિવસોમાં, અસદ રઉફ લાહોરના લંડા બાજામાં જૂતા-કપડાની દુકાન ચલાવતા હતા. હાલમાં જ આ દુકાનમાં કામ કરતી તેમની એક તસવીર પણ વાયરલ થઈ હતી. અસદ રઉફ અમ્પાયરિંગ પહેલા પાકિસ્તાનમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ પણ રમી ચૂક્યો છે. તેણે 1977 થી 1991 દરમિયાન 71 ફર્સ્ટ ક્લાસ મેચમાં 28.76ની એવરેજથી રન બનાવ્યા હતા.

Most Popular

To Top