National

ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ

મિસ યુનિવર્સ 2021ની વિજેતા હરનાઝ કૌર સંધુ તાજેતરમાં વિયેતનામમાં યોજાયેલી મિસ કોસ્મો ઇન્ટરનેશનલ 2025 સ્પર્ધા દરમિયાન એક મુશ્કેલ ક્ષણમાંથી પસાર થઈ. સ્ટેજ પર એન્ટ્રી કરતી વખતે તે પડતાં બચી ગઈ હતી અને થોડા સમય માટે એવું લાગ્યું કે મોટી દુર્ઘટના થઈ શકે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જોકે આ વીડિયો વાયરલ પૂરતો જ સીમિત રહ્યો નથી પરંતુ જીવનનો મહત્વનો પાઠ પણ આપી ગયો છે.

https://www.instagram.com/reel/DSZSIdOk_OG/?utm_source=ig_web_copy_link

સ્ટેજ પર લપસવું કોઈ માટે પણ શરમજનક ક્ષણ બની શકે ખાસ કરીને એવી વ્યક્તિ માટે જે વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી હોય. હરનાઝે જે રીતે આ સ્થિતિને સંભાળી તે ઘણા માટે પ્રેરણાસ્રોત બની ગયું છે. લપસ્યા પછી તેણે પોતાનું સંતુલન જાળવ્યું, ચહેરા પર આત્મવિશ્વાસ રાખ્યો અને પછી એ જ ગૌરવ સાથે કેટવોક પૂર્ણ કર્યો. આ જ તેની અસલી તાકાત છે.

હરનાઝે આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જીવનમાં પડવું કોઈ મોટી વાત નથી પરંતુ પડ્યા પછી તમે કેવી રીતે ઊભા થાઓ છો તે મહત્વનું છે. આ શબ્દો માત્ર ફેશન શો કે બ્યુટી સુધી મર્યાદિત નથી પરંતુ દરેક વ્યક્તિના જીવન સાથે જોડાયેલા છે. રોજિંદા જીવનમાં નિષ્ફળતા, ટીકા અથવા અચાનક આવતી મુશ્કેલીઓ આપણને લપસાવી શકે છે પરંતુ હિંમત અને સંયમ આપણને ફરી ઊભા થવાનું શીખવે છે.

આ ઘટના યુવાઓ માટે ખાસ મેસેજ આપે છે કે પરફેક્ટ હોવું જરૂરી નથી પરંતુ મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાને કેવી રીતે સંભાળવું તે મહત્વનું છે. હરનાઝ સંધુએ ફરી સાબિત કર્યું કે સાચી સફળતા તાજ કે ગાઉનમાં નથી પરંતુ આત્મવિશ્વાસ, ધૈર્ય અને સકારાત્મક દૃષ્ટિકોણમાં છે.

Most Popular

To Top