અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી પહેલા જ ગુજરાત(Gujarat)ના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાયો છે. પૂર્વ ગૃહ મંત્રી(Former Home Minister) વિપુલ ચૌધરી(Vipul Chaudhary)ની અમદાવાદ(Ahmedabad) ક્રાઈમ બ્રાન્ચ(Crime Branch) છે. અડધી રાતે તેઓની ધરપકડ(Arrest) કરાતા ચકચાર મચી જવા પામી છે. ગૃહ મંત્રીની સાથે તેના PAની પણ ધરપકડ કરવામાં આવી છે. તેની ધરપકડ પાછળ મોટું કારણ સામે આવ્યું છે. દૂધ સાગર ડેરી(Dudhsagar Dairy)ના 320 કરોડના નાણાકીય ગોટાળા સંદર્ભે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ બંને વિરુદ્ધ મહેસાણા ACBમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેથી આ મામલે કાર્યવાહી હાથ ધરતા ગત મોડી રાત્રે પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરી અને તેમના PA શૈલેષ પરીખની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને તેઓને ACBને સોંપવામાં આવશે.
17 બેનામી કંપનીઓ ઊભી કરાયાનો આક્ષેપ
વિપુલ ચૌધરી અગાઉ દૂધ સાગર ડેરીના ચેરમેન રહી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. મહેસાણા ACBમાં નોંધાયેલી ફરિયાદમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમાં વિપુલ ચૌધરીએ 17 બેનામી કંપનીઓ ઉભી કરીને 320 કરોડની રકમ બારોબાર ટ્રાન્સફર લેવાઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ ફરિયાદ મામલે ક્રાઈમ બ્રાન્ચની તપાસ બાદ 300 કરોડનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું. જેથી વિપુલ ચૌધરી અને તેના પી.એ સામે કડક પગલાં ભરીને બંનેની ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીનગરમાં આવેલા તેઓના પંચશીલ ફાર્મ હાઉસમાં ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ પહોંચ્યા હતા. અધિકારીઓ ખાનગી ગાડીમાં અને સાદા કપડામાં આવી તેઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ વિપુલ ચૌધરી અને તેમના પી.એ શૈલેષ પરીખને એસીબી ઓફિસે લઈ જવામાં આવ્યા હતા. આ કૌભાંડ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વિપુલ ચૌધરીને જેલ થઈ હતી.
અગાઉ પણ વિપુલ ચૌધરીને થઇ છે જેલ
અર્બુદા સેના બનાવી વિપુલ ચૌધરી સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. ત્યારે હવે વિપુલ ચૌધરીની ધરપકડને પગલે અર્બુદા સેના સંગઠનની શું ભૂમિકા રહેશે તે જોવાનું રહ્યું. અગાઉ પણ વિપુલ ચૌધરીને જેલ હવાલે કરાયા હતા. ત્યારે હવે વિધાનસભાની ચૂંટણી ટાણે વિપુલ ચૌધરીની વધુ એક વખત ધરપકડ કરાઈ છે. આથી, ઉત્તર ગુજરાતના રાજકારણમાં કેટલો ફેર પડશે તે તો હવે આવનારો સમય જ બતાવશે. પરંતુ હવે તેમની ધરપકડ બાદ અર્બુદા સેનાની સભા યોજવાની ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે.