Gujarat

આજથી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલ ગુજરાત પ્રવાસે

અમદાવાદ: આમ આદમી પાર્ટી દ્વારા આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે 7 ઝોન હેઠળ બુથ કાર્યકર્તા સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માર્ગદર્શન આપવા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવશે.

આમ આદમી પાર્ટી પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ કરન બારોટે જણાવ્યું કે આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધી ગુજરાતમાં 18,000થી વધુ સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા 7 ઝોન હેઠળ બુથ કાર્યકર્તા સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું છે.અરવિંદ કેજરીવાલનું આવતીકાલે તા. 17મી જાન્યુઆરીએ અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. 18 તારીખે મધ્ય ઝોન અંતર્ગત અમદાવાદ ખાતે કાર્યકર્તા સંમેલન યોજાશે, જેમાં અમદાવાદ, ખેડા, ગાંધીનગર અને સુરેન્દ્રનગર લોકસભા વિસ્તાર આવરી લેવામાં આવશે. ત્યારબાદ 19 તારીખે પૂર્વ ઝોન અંતર્ગત વડોદરા ખાતે કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવશે, જેમાં આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાઓ આવરી લેવામાં આવશે. આ સંમેલનમાં અરવિંદ કેજરીવાલ કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરૂંપાડશે.

Most Popular

To Top