National

કોંગ્રેસના પૂર્વ મંત્રી ઉપર ગરીબોના 88 કરોડ પચાવી પાડવાનો આરોપ, ED એ અટકાયત કરી

નવી દિલ્હી: એન્કોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કોંગ્રેસના પૂર્વ મંત્રી બી. નાગેન્દ્રની ધરપકડ કરી હતી. નાગેન્દ્ર કર્ણાટકના મંત્રી રહી ચૂક્યા છે. ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન તેમણે મહર્ષિ વાલ્મિકી અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ લિમિટેડમાં (Valmiki Scheduled Tribes Development Corporation Limited) ગોટાળો કરી 88 કરોડ રૂપિયા પચાવી પાડ્યા હતા, આ આરોપ લાગતા જ કથિત મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે EDએ તેમની અટકાયત કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મહર્ષિ વાલ્મિકી અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમમાં ભંડોળના દુરુપયોગના કેસમાં EDએ કોંગ્રેસના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય બી નાગેન્દ્રની ધરપકડ કરી હતી. ત્યારે EDના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘણા કલાકોની પૂછપરછ બાદ શુક્રવારે મોડી રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે બી નાગેન્દ્ર પર આરોપ છે કે વિભાગના મંત્રી રહીને તેમણે પોતાના ફાયદા માટે 88 કરોડના ફંડની ઉચાપત કરી હતી. નાગેન્દ્ર કર્ણાટકના બલ્લારી ગ્રામીણ મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય છે. આ ધરપકડ કર્ણાટક મહર્ષિ વાલ્મિકી અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમમાં કથિત કૌભાંડની તપાસના સંદર્ભમાં કરવામાં આવી હતી, જેમાં 88 કરોડ રૂપિયાના ભંડોળની કથિત રીતે ઉચાપત કરવામાં આવી હતી.

EDએ બી નાગેન્દ્રની ધરપકડ કરી હતી
આ પહેલા 10-12 જુલાઈના રોજ નાગેન્દ્રની ઘણી જગ્યાઓ પર દરોડા પાડ્યા બાદ નાગેન્દ્રને 12 જુલાઈની સવારે પૂછપરછ માટે બેંગલુરુના શાંતિનગર સ્થિત ઈડી ઓફિસમાં લાવવામાં આવ્યા હતા. આ કથિત કૌભાંડ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે કોર્પોરેશનના કર્મચારી એ ફંડની ઉચાપતની માહિતી આપ્યા બાદ 26 મેના રોજ આત્મહત્યા કરી હતી. તેમણે સુસાઈડ નોટમાં આ કૌભાંડ માટે મંત્રીને જવાબદાર ગણાવ્યા હતા. ત્યારે કથિત કૌભાંડ દરમિયાન નાગેન્દ્રએ કર્ણાટક સરકારમાં અનુસૂચિત જનજાતિ કલ્યાણ મંત્રી તરીકે નિગમની દેખરેખ રાખી હતી. તેમજ આ કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ તેમણે 6 જૂને રાજીનામું આપી દીધું હતું.

બસનાગૌડા દદ્દલની પણ ધરપકડની સંભાવના
આ કેસની તપાસ રાજ્ય સરકાર દ્વારા રચાયેલી ત્રણ એજન્સીઓ એટલે કે SIT, CBI અને ED દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આ કેસમાં SITએ 11 લોકોની ધરપકડ કરી છે અને કથિત રીતે ઉચાપત કરેલી રકમમાંથી 14.5 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. તેમજ 9 જુલાઈના રોજ EDના દરોડાના એક દિવસ પહેલા SITએ બી નાગેન્દ્ર અને કોંગ્રેસના વિધાનસભ્ય અને કોર્પોરેશનના પ્રમુખ બાસનગૌડા દદ્દલની પૂછપરછ કરી હતી.

Most Popular

To Top