World

અમેરિકાના ઈતિહાસમાં પહેલી વાર બની આવી ઘટના, લોકો પણ ચોંક્યા

નવી દિલ્હી: દુનિયાભરમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી રહી છે. મહિલાઓ પોતાની ઓળખ માટે કોઈના પર નિર્ભર નથી હોતી, બલ્કે મહિલાઓ પોતાનું ભવિષ્ય જાતે જ લખી રહી છે. ત્યારે અમેરિકા (America) ના ચલણ ડોલર (Dollart)પર અમેરિકાની બે મહિલાઓના હસ્તાક્ષર (Signature) છપાયા હતા, આવું અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું છે. આ બે મહિલાઓમાંથી એક અમેરિકન નાણા મંત્રી (Finance Minister) જેનેટ યેલેન (Janet Yellen) અને ટ્રેઝરર મેરિલીન મલેરબા છે. મળતી માહિતી અનુસાર, જેનેટ યેલેન અને મેરિલીન મલેરબાના હસ્તાક્ષર અમેરિકામાં અન્ય પાંચ ડોલરના ચલણ પર છાપવામાં આવ્યા છે. આ બંને મહિલાઓના હસ્તાક્ષર સાથેના આ ડોલર ગુરુવારે બહાર પાડવામાં આવ્યા છે. નોટ પર હસ્તાક્ષર જાહેર કર્યા પછી, નાણામંત્રી જેનેટ યેલેને કહ્યું કે તે એક પરંપરા છે જેના હેઠળ દેશના નાણા મંત્રીના હસ્તાક્ષર યુએસ ડોલર પર હોય છે. જોકે, અમેરિકાના ઈતિહાસમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે કોઈ મહિલા નાણાપ્રધાનનું પદ સંભાળ્યું હોય.

અમારી પહેલાં સહીઓ ખરાબ હતી
નાણામંત્રી જેનેટ યેલેને ખુલાસો કર્યો, મારા પહેલા નાણામંત્રી રહેલા મારા બે સાથીદારો પૈકી ટિમ ગેથરનાં હસ્તાક્ષર ખરાબ હતા. જેથી લોકો તેમની મજાક ઉડાવતા હતા. જેનેટ યેલેને વધુમાં જણાવ્યું હતું કે ગેથરે તેની સહીને માન્ય દેખાડવા માટે સહી બદલવી પડી હતી. જેનેટે કહ્યું, મેં મારા હસ્તાક્ષરની ઘણી પ્રેક્ટિસ કરી છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથે પણ આ પગલાની પ્રશંસા કરી છે. તેણે કહ્યું, હું અંગત રીતે આ પગલાની ખૂબ પ્રશંસા કરું છું અને તેના માટે ખૂબ જ રોમાંચ અનુભવું છું. જેનેટ યેલેન તમામ અર્થશાસ્ત્રીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે. તે ન માત્ર પ્રથમ મહિલા ટ્રેઝરી સેક્રેટરી બન્યા તેમની સહીવાળી ડોલરની નોટો પણ બહાર પાડવામાં આવી રહી છે.

2023થી નોટો ચલણમાં આવશે
અમેરિકાના નાણા મંત્રી જેનેટ યેલેને કહ્યું કે, આ મારી કે કરન્સી પર નવા હસ્તાક્ષરનો મામલો નથી. આ અમારી અર્થવ્યવસ્થાને વધુ મજબૂત અને સમાવિષ્ટ બનાવવાના અમારા સામૂહિક કાર્ય સાથે જોડાયેલું છે. તે જ સમયે, યુએસ નાણા વિભાગનું કહેવું છે કે આ નવી નોટો ડિસેમ્બરમાં ફેડરલ રિઝર્વ સુધી પહોંચશે. આ સાથે આ નોટો 2023ની શરૂઆતથી દેશમાં ચલણમાં આવશે.

Most Popular

To Top