Trending

પ્રથમ વખત ઇંડાથી ભરેલા માળા સાથે ડાયનાસોર મળ્યો: બચ્ચાને બચાવવા પોતાનો જીવ આપી દીધો

બેજિંગ :ચીન(CHINA)ના જિયાંગસી પ્રાંતના દક્ષિણ ભાગમાં સ્થિત ગંઝહૌ શહેરમાં વૈજ્ઞાનિકોએ મોટી શોધ (Great discovery) કરી છે. ચીનના વૈજ્ઞાનિકોને ડાયનાસોર(DINOSAUR)ના અવશેષો મળ્યાં છે જે 24 ઇંડાના માળાની ટોચ પર બેસેલો છે, જે અશ્મિભૂતમાં ફેરવાયા છે. આ ડાયનાસોરને ઓવીરેપ્ટર (OVIRAPTOR) અથવા ઇંડા ચોરી કરનાર કહેવામાં આવે છે. આ વિશાળ પક્ષી-કદના ડાયનાસોર થેરોપોડ પ્રજાતિના છે અને લગભગ 14.4 મિલિયન વર્ષથી લઈને 66 મિલિયન વર્ષ જૂનાં છે.

ચીનમાં જોવા મળતા ડાયનાસોર અને ઇંડા લગભગ સાત કરોડ વર્ષ જુના છે. કેટલાક બચ્ચા (CHILD) અશ્મિભૂત ઇંડા(SKELETON EGG)ની અંદર પણ હોય છે. આ પહેલી વાર છે કે સંશોધનકારોએ ઇંડાથી ભરેલા માળા પર બેઠેલા કોઈ નોન-એવિઅન ડાયનાસોરને જોયું છે. ગ્રીસ યુનિવર્સિટીના નિષ્ણાંત ડો. શુંડોંગ બીએ જણાવ્યું હતું કે ડાયનાસોર માટે તેના માળખાને બચાવવા તે ખૂબ જ દુર્લભ (INCREDIBLE) છે. તેમાં ઘણા અશ્મિભૂત બચ્ચા પણ છે.

પ્રથમ વખત ઇંડાની અંદર ગર્ભ
શુંડોંગ બીએ કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે કોઈ નોન એવિયનનો ડાયનાસોર તેના ઇંડાથી ભરેલા માળાની ટોચ પર બેઠો જોવા મળ્યો છે અને તે એક ભવ્ય નમૂનો છે. આ પહેલા વૈજ્ઞાનિકોએ ઘણા ડાયનાસોર શોધી કાઢ્યા છે જે ઇંડાથી ભરેલા ઇંડાની ટોચ પર મળી આવ્યા છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે ઇંડાની અંદર ગર્ભ પણ મળી આવ્યો છે. આ સંશોધનનાં સહ-લેખક અને યુનાઇટેડ સ્ટેટ્સનાં નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ(NATURAL HISTORY MUSEUM)નાં જીવવિજ્ઞાની ડો. લમન્ના કહે છે કે ડાયનાસોરમાં થયેલી તમામ શોધમાંની એક એવી દુર્લભ શોધ છે.

ડાઈનોસોર અને તેના ઇંડા કેમ દુર્લભ છે?
ચીનના અન્ય નિષ્ણાત ડોકટર કહે છે કે આ દુર્લભ શોધથી ઘણી અદ્ભુત જૈવિક માહિતી પ્રદાન કરવામાં આવે તેવી અપેક્ષા છે. આપણે આવતા ઘણા વર્ષોમાં આ અવશેષોમાંથી ઘણું શીખવા મેળવીશું. વૈજ્ઞાનિકોને આ ડાયનાસોરના પેટની અંદરથી અધૂરી ખોપરી અને પથ્થરની ગોળીઓ (ગેસ્ટ્રોલિથ્સ) મળી છે. આ પથ્થર ડાયનાસોર તેમના ખોરાકને પચાવવા માટે ખાય છે. એવું માનવામાં આવે છે કે આ પથ્થર ડાયનાસોરના ખોરાક વિશે નવી માહિતી આપી શકે છે. 

પોતાના બચ્ચાને બચાવવા જીવ આપતો ડાયનાસોર

ડાયનાસોરના માળામાંથી કુલ 24 અશ્મિભૂત ઇંડા મળી આવ્યા છે. ડાયનાસોરને જોતા, એવું લાગે છે કે તે ઇંડામાંથી બહાર નીકળવાની પ્રક્રિયાનો સમય રહ્યો હશે. એવું પણ બહાર આવ્યું છે કે આ ડાયનાસોર ઇંડામાંથી બચાવ કરતી વખતે અથવા બચ્ચાને બચાવતી વખતે માર્યો ગયો હતો. આ ડાયનાસોર તેના શરીરના તાપથી ઇંડા સેવી રહ્યો હતો. સાત ઇંડાના ફોસાની અંદરથી બચ્ચા મળી આવ્યા છે. ડોક્ટર લમન્ના કહે છે કે ડાયનાસોર એ બચ્ચાની સંભાળ રાખનારા માતાપિતા હોય શકે અને આ ડાયનાસોરે તેના બચ્ચાને બચાવવા પોતાનો જીવ આપી દીધો હશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top