લિસ્બન : પોર્ટુગલનો સ્ટાર ફૂટબોલર (Footballer) ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથેનો કરાર માન્ચેસ્ટર યુનાઈટેડે સમાપ્ત કરવાની જાહેરાત કર્યા પછી હવે સાઉદી અરેબિયાની ક્લબે રોનાલ્ડોને મોટી ઓફર (Offer) આપી છે. અલ-નાસર એફસીએ રોનાલ્ડોને ત્રણ વર્ષના કરારની ઓફર કરી છે. આ માટે ક્લબે રોનાલ્ડોને 1837 કરોડ રૂપિયાની ઓફર કરી છે. હવે રોનાલ્ડોએ નક્કી કરવાનું છે કે તે ક્લબમાં જોડાવા માંગે છે કે નહીં. તેની પાસે આ ઓફર ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup) સુધી રહેશે.
નવ લીગ ટાઇટલ સાથે, અલ નાસર એ સાઉદી અરેબિયાની સૌથી સફળ અને આદરણીય ટીમોમાંની એક છે. રિપોર્ટ અનુસાર, ક્લબે સિઝનની શરૂઆતમાં રોનાલ્ડોને આ ઓફર કરી હતી. તે માત્ર રોનાલ્ડોની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યો છે. જો અનુભવી ફૂટબોલર ક્લબ માટે રમવા માટે સંમત થાય છે તો થોડા દિવસોમાં ડીલ ફાઈનલ થઈ જશે. જો રોનાલ્ડો ઓફર સ્વીકારશે તો તેની યુરોપિયન ફૂટબોલ કારકિર્દીનો પણ અંત આવી જશે.
વર્લ્ડકપમાં ગોલની ચોરી, સેન્સરે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની છેતરપિંડી ઉઘાડી પાડી
દોહા : ફિફા વર્લ્ડ કપ 2022માં પોર્ટુગલ અને ઉરુગ્વે વચ્ચે રમાયેલી મેચમાં એક ખૂબ જ વિચિત્ર કિસ્સો જોવા મળ્યો હતો, જેમાં પાંચ વખતના બેલોન ડી’ઓર વિજેતા ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ઉરુગ્વે સામે પોર્ટુગલની 2-0થી મહત્વપૂર્ણ જીતમાં સાથી ખેલાડી બ્રુનો ફર્નાન્ડિસના ગોલ પર પોતાનો દાવો કર્યો હતો. રિયલ મેડ્રિડ, માન્ચેસ્ટર યુનાઈટેડ અને યૂવેન્ટસ માટે રમી ચૂકેલા આ રોનાલ્ડોએ 54મી મિનિટમાં થયેલા ગોલમાં બ્રુનો ફર્નાન્ડીઝના શોટને તેણે હેડર વડે ગોલ પોસ્ટમાં ધકેલ્યાનો દાવે કર્યો હતો અને તે ઉજવણી કરવા માંડ્યો હતો. ફિફા વર્લ્ડકપના અધિકારીઓને પણ એવું જ લાગ્યું હતું, પરંતુ થોડા સમય પછી સેન્સર દ્વારા જાણવા મળ્યું કે તે બોલને સ્પર્શ પણ કરી શકતો નથી. ફર્નાન્ડિસની ક્રોસ કિક બાદ બોલ સીધો તેના માથા ઉપરથી બોક્સમાં જતો રહ્યો હતો.