Gujarat

ધોળકામાં લગ્ન સમારંભમાં ખોરાકી ઝેરની 400 લોકોને અસર, 100ને દાખલ કરાયા

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના ધોળકાના પોપટપરા વિસ્તારમાં લગ્ન સમારંભમાં ખોરાકી ઝેરની અસર થવા પામી છે. જમ્યા પછી અંદાજિત 400 લોકોને તેની અસર થઈ હતી. આ તમામ દ્વારા પેટમાં દુખાવો અને ઝાડા-ઉલ્ટી થવાની ફરિયાદ કરવામાં આવી હતી. 400 પૈકી 100ને તાત્કાલિક ધોળકા અને આસપાસની પાંચ જેટલી અલગ-અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. જે દર્દીઓમાં બ્લડ પ્રેશરમાં ઘટાડો અથવા ડિહાઈડ્રેશનની વધુ અસર જોવા મળી હતી, તેમને તાત્કાલિક સઘન સારવાર આપવામાં આવી રહી છે. સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને પ્રાથમિક સારવાર આપીને રજા આપી દેવાઈ હતી.

અલબત્ત, કોઈ જાનહાનિના સમાચાર નથી.

Most Popular

To Top