ડિયેગો ગાર્સિયા મુદ્દે ટ્રમ્પનો કડક સંદેશ,ઇરાન તણાવ વચ્ચે બ્રિટનને “આપીને ન બેસો”
Donald Trumpની ચેતવણી: “ડિયેગો ગાર્સિયા ન આપો”, ઇરાન પર હુમલાની સંભાવનામાં બ્રિટનને કડક સંદેશ આપવામાં આવ્યો છે,વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpએ બ્રિટનને ચેતવણી આપી છે કે હિંદ મહાસાગરમાં આવેલ વ્યૂહાત્મક ડિયેગો ગાર્સિયા સૈન્ય ઠેકાણું કોઈપણ રીતે “આપીને ન બેસે”. બ્રિટન દ્વારા ચાગોસ ટાપુઓને મોરીશિયસને પરત આપવાના કરારની વચ્ચે ટ્રમ્પનું આ નિવેદન આવ્યું છે, અને તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો ઇરાન સામે સૈન્ય કાર્યવાહી કરવાની જરૂર પડશે તો ડિયેગો ગાર્સિયા મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

બ્રિટનના પ્રધાનમંત્રી Keir Starmerની સરકારે મોરીશિયસ સાથે કરાર કર્યો છે, જેના હેઠળ ચાગોસ ટાપુઓ પરત આપવામાં આવશે, પરંતુ ડિયેગો ગાર્સિયા સ્થિત યુએસ-યુકે સંયુક્ત સૈન્ય મથકને 100 વર્ષની લીઝ પર જાળવવામાં આવશે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે “આ જમીન યુકે પાસેથી જતી ન હોવી જોઈએ. જો એવું થશે તો તે આપણા મહાન મિત્ર માટે કલંકરૂપ બનશે.”ડિયેગો ગાર્સિયા હિંદ મહાસાગરમાં સ્થિત અતિ મહત્વનું હવાઈ અને નૌકાદળ મથક છે, જ્યાંથી મધ્યપૂર્વ અને એશિયામાં અમેરિકી સૈન્ય કામગીરી સંચાલિત થાય છે. ટ્રમ્પે કહ્યું કે જો ઇરાન સાથે કરાર ન થાય તો અમેરિકા ડિયેગો ગાર્સિયા અને ઇંગ્લેન્ડમાં આવેલા RAF Fairford એરફિલ્ડનો ઉપયોગ કરી શકે છે.
અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવની સ્થિતિ યથાવત છે. તાજેતરમાં અમેરિકી પ્રતિનિધિઓએ ઇરાન સાથે ચર્ચાઓ કરી છે અને તેના પરમાણુ કાર્યક્રમ સહિતના મુદ્દાઓ પર મોટા સમાધાનોની માંગ કરી છે. ટ્રમ્પે ઇરાન સરકારને “અસ્થિર અને જોખમી શાસન” કહીને ચેતવણી આપી કે સંભવિત હુમલાને નિષ્ક્રિય કરવા માટે કડક પગલાં લેવામાં આવશે.આ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી Marco Rubioએ પહેલા બ્રિટન-મોરીશિયસ કરારને “ઇતિહાસિક” ગણાવ્યો હતો. જોકે ટ્રમ્પે તેને “મહામૂર્ખાઈ” ગણાવી અને હવે ફરીથી પોતાના વલણમાં ફેરફાર કરતા કડક નિવેદન આપ્યું છે.
ચાગોસ ટાપુઓ મુદ્દે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. મોરીશિયસને 1960ના દાયકામાં સ્વતંત્રતા મળ્યા બાદ પણ બ્રિટને આ ટાપુઓ પોતાના નિયંત્રણમાં રાખ્યા હતા અને હજારો સ્થાનિક લોકોને સ્થળાંતરિત કરાયા હતા.