ગાંધીનગર: કચ્છના અંજારમાં તળાવમાં પાંચ બાળકો ડૂબ્યાની હોવાના પગલે સાંજે અહીં સ્થાનિક લોકો તથા તરવૈયાઓએ બચાવ ઓપરેશન શરૂ કર્યું હતું. મળતી વિગતો મુજબ, અંજાર તાલુકાના ધમકડા ગામના સીમાડે તળાવમાં પાણીમાં ફસાયેલી ભેંસને બહાર કાઢવાના પ્રયાસમાં આ બાળકો એક પછી એક એમ કરીને ડૂબ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ સાંજ સુધીમાં ચાર બાળકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢયા છે. જયારે અન્ય એકની શોધખોળ ચાલી રહી છે. આ બાળકો માળદારી હિંગોરજા પરિવારના હતા.