SURAT

કાપોદ્રામાં દોડતી ST બસમાં આગ

ડ્રાઈવરની હિંમતથી 51 મુસાફરો બચ્યા, પેટ્રોલ પંપ પાસે ટળી મોટી દુર્ઘટના

સુરત શહેરના Kapodra વિસ્તારમાં સોમવારે રાતે એક ભયાનક ઘટના સામે આવી, જ્યાં 51 મુસાફરોને લઈને જતી ST બસ અચાનક આગની ઝપેટમાં આવી ગઈ. ઘટનાએ Varachha-કાપોદ્રા મેઈન રોડ પર ભારે અફરાતફરી મચાવી દીધી હતી.

ફાયર વિભાગ પાસે થી મળતી માહિતી મુજબ, સુરતથી તરસાડી જતી બસ જ્યારે કાપોદ્રાના જલારામ ફર્નિચર પાસે પહોંચી ત્યારે ડ્રાઈવર સાઈડમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા સમજી ડ્રાઈવરે સમય ગુમાવ્યા, વગર બસને રસ્તા વચ્ચે જ ઉભી રાખી અને બૂમ પાડી તમામ મુસાફરોને તાત્કાલિક નીચે ઉતરી જવા કહ્યું. ડ્રાઈવરની સમય સૂચકતા કારણે તમામ 51 મુસાફરો સલામત રીતે નીચે ઉતરી ગયા હતા. મુસાફરો નીચે ઉતર્યા બાદ માત્ર થોડા જ સેકન્ડોમાં આગ ભભૂકી ઉઠી અને આખી બસ ધીમે ધીમે સળગી લોખંડના હાડપિંજરમાં ફેરવાઈ ગઈ.

ઘટનાસ્થળ પાસે જ પેટ્રોલ પંપ આવેલો હોવાથી ભયનો માહોલ સર્જાયો હતો. પેટ્રોલ પંપ પર ભારે ભીડ અને Sarthana તરફ જતાં માર્ગ પર ટ્રાફિક જામને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. જો આગ પેટ્રોલ પંપ સુધી ફેલાઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.

ફાયર બ્રિગેડને જાણ થતાં જ તાત્કાલિક ત્રણ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી, પરંતુ ભારે ટ્રાફિકને કારણે જવાનોને પહોંચવામાં મુશ્કેલી પડી હતી. અંતે જવાનોને રોંગ સાઈડમાં જઈને આગ પર કાબૂ મેળવવો પડ્યો હતો. આશરે અડધા કલાકની જહેમત બાદ આગ સંપૂર્ણપણે બુઝાવવામાં આવી.

ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ સ્થળ પર પહોંચી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. પ્રાથમિક તપાસ મુજબ, ડ્રાઈવર સાઈડમાંથી સ્પાર્ક થતાં આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા નોંધાઈ નથી, જેને કારણે સૌએ રાહતનો શ્વાસ લીધો છે.

Most Popular

To Top