સુરત : ફાયર સેફ્ટીના મુદ્દે અવારનવાર નોટિસ પાઠવ્યા બાદ પણ ઘણી હોસ્પિટલો, સ્કૂલો અને કોમર્શિયલ પેઢીઓના સંચાલકો ફાયર સેફ્ટીની અમલવારી બાબતે ચલકચલાણું રમી રહ્યા હોવાથી છેલ્લા ત્રણ દિવસથી શહેરના ફાયર વિભાગ દ્વારા સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુરુવારે અલગ અલગ વિસ્તારોની 32 હોસ્પિટલને સીલ કર્યા બાદ શુક્રવારે ફાયર વિભાગ દ્વારા શહેરના જુદા જુદા ઝોન વિસ્તારોમાં આવેલી 25 હોસ્પિટલ તેમજ પાંચ સ્કૂલ અને ક્લિનિક સીલ કરી સપાટો બોલાવ્યો હતો. જેમાં સેન્ટ્રલ ઝોનની 5 હોસ્પિટલ, ઉધના ઝોનની બે હોસ્પિટલ, લિંબાયત ઝોનની 7 હોસ્પિટલ, અઠવા ઝોનની 5 હોસ્પિટલનો સમાવેશ થાય છે. જ્યારે લિંબાયત ઝોનમાં એક સ્કૂલ, વરાછા એ અને બીમાં 2 સ્કૂલ, કતારગામ ઝોનમાં 2 સ્કૂલ તેમજ રાંદેર ઝોનમાં આવેલા રાજ કોર્નરની 416 દુકાનને સીલ કરવામાં આવી છે. જેમાં ક્લિનિક પણ આવેલ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ તમામ લોકોએ પણ ફાયર સેફ્ટીના મુદ્દે ગંભીરતા લીધી ન હતી અને જરૂરી તેમજ પૂરતા ફાયરનાં સાધનો ઉપલબ્ધ નહીં હતાં. અગાઉ બધાને અલગ અલગ સમયે નોટિસ આપવામાં આવી હતી. છતાં ફાયર સેફ્ટીને લઈ બેદરકારી દાખવી રહ્યા હતા. જેથી અંતે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.
કયા ઝોનમાં કઈ મિલકત સીલ કરાઈ ?
સેન્ટ્રલ ઝોન
(૧) રૂપલ હોસ્પિટલ ફોર હ્યુમન, સોની ફળિયા, સુરત, જેમાં ડોક્ટર રૂમ-૦૧, જનરલ વોર્ડ –૦૨ મળી કુલ ૦૩ રૂમને સીલ કરવામાં આવ્યાં
(૨) એસ.એમ.વી. હોસ્પિટલ, ભાગા તળાવ મેઈન રોડ, સુરત, જેમાં ડોક્ટર રૂમ-૦૧, જનરલ વોર્ડ –૦૨ મળી કુલ ૦૩ રૂમને સીલ કરાયાં
(૩) સમોલ હોસ્પિટલ, ઊર્મિ કોમ્પ્લેક્સ, મોટી વાડી, સુરત, જેમાં ડોક્ટર રૂમ-૦૧, જનરલ વોર્ડ–૦૧ મળી કુલ ૦૨ રૂમને સીલ કરવામાં આવ્યાં
(૪) જીન સર્જીકલ હોસ્પિટલ, ગાયત્રી ચેમ્બર, સૈયદપુરા, સુરત, જેમાં ડોક્ટર રૂમ-૦૧, જનરલ વોર્ડ-૦૨, આઈસીયુ-૦૧ મળી કુલ ૦૪ રૂમને સીલ કરવામાં આવ્યાં
(૫) પ્રિઝમા હોસ્પિટલ, કૃષિ મંગલ હોલ, રિંગ રોડ, સુરત, જેમાં ડોક્ટર રૂમ-૦૧, જનરલ વોર્ડ-૦૧ મળી કુલ-૦૨ રૂમને સીલ કરવામાં આવેલ
ઉધના ઝોન
(૧) શારદા ચિલ્ડ્રન હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ., બમરોલી રોડ, ઉધના, સુરત, જેમાં ડોક્ટર રૂમ-૦૧, જનરલ વોર્ડ–૦૨, આઈસીયુ-૦૧ મળી કુલ –૦૪ રૂમને સીલ કરાયાં
(૨) શ્રી હરિ ચિલ્ડ્રન હોસ્પિટલ, ૯૭–૯૮, ન્યૂ હરિધામ સોસાયટી, બમરોલી રોડ, પાંડેસરા, સુરત, જેમાં ડોક્ટર રૂમ-૦૧, જનરલ વોર્ડ-૦૨, મળી કુલ-૦૩ રૂમને સીલ કરવામાં આવ્યાં
લિંબાયત ઝોન
(૧) સિટી મલ્ટિસ્પેશિયાલિટી મેટરનિટી આઇ.સી.યુ. એન્ડ એન.આઇ.સી.યુ., પ્લાટ નં.૧૮થી ૨૧, શ્રી નગર , ગોડાદરા મેઇન રોડ, સુરત, જેમાં ડોક્ટર રૂમ-૦૧, જનરલ વોર્ડ-૨, મળી કુલ-૦૩ રૂમને સીલ કરવામાં આવ્યા
(૨) આસ્થા હોસ્પિટલ એન્ડ ડાયગ્નોસ્ટિક સેન્ટર, ત્રીજા માળ, ઉમા પ્લાઝા, ડિંડોલી, સુરત, જેમાં ડોક્ટર રૂમ-૧, જનરલ વોર્ડ-૨, સ્પેશિયલ રૂમ–૧૭, મળી કુલ-૧૦ રૂમ સીલ કરાયાં
(૩) રોહિત હોસ્પિટલ, પ્લોટ નં.૩, ઊમિયા નગર-૧, નવાગામ, સુરત , જેમાં ડોક્ટર રૂમ-૦૧, જનરલ વોર્ડ-૧ મળી કુલ-૦૨ રૂમ સીલ કરાયાં
(૪) જ્યોતિ વુમન એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ૧૦, પહેલો માળ, માર્ક પોઈન્ટ, ડિંડોલી, સુરત, જેમાં ડોક્ટર રૂમ-૦૧
(૫) આયુષ પ્રસૂતિગૃહ એન્ડ જનરલ હોસ્પિટલ, ત્રીજો માળ ગીતાનગર-૨, પરવટ ગામ, સુરત, જેમાં આઈસીયુ, ૦૧, ડોક્ટર રૂમ-૦૧, જનરલ વોર્ડ–૦૨, સ્પેશિયલ રૂમ-૦૫ મળી કુલ ૧૦ રૂમ સીલ કરવામાં આવ્યા.
(૬) પ્રેસ હોસ્પિટલ, પરવટ ગામ, સુરત, જેમાં આઇસીયુ, ૦૧, ઓપરેશન થીએટર –૦૧, જનરલ વોર્ડ-૨, સ્પેશિયલ રૂમ–૦૫ મળી કુલ ૦૮ રૂમ સીલ કરાયાં
(૭) બ્રિજક્રોસ હોસ્પિટલ, પહેલો માળ, ગીતાનગર, ચોર્યાસી ડેરી, સુરત, જેમાં આઈસીયુ-૦૧, ઓપરેશન થીએટર-૦૧, જનરલ વોર્ડ-૦૨, સ્પેશિયલ રૂમ-૦૨ મળી કુલ ૦૪ રૂમ સીલ કરવામાં આવ્યા
(૮) જ્ઞાનોદય વિદ્યાલય, ૩૨-૩૪, ભક્તિનગર સોસાયટી, ગોડાદરા, સુરત, જેમાં કુલ ૧૮ ક્લાસ રૂમ આવેલા છે.
વરાછા ઝોન-એ અને બી
(૧) શ્રેયસ વિદ્યાલય, રૂપાલી સોસાયટી વિભાગ-૨, એ.કે.રોડ, સુરત
(૨) કે.જી.ભીગરાડિયા વિદ્યાલય, તક્ષશિલા સોસાયટી, મેઘાણી ગાર્ડનની પાછળ, સુરત
અઠવા ઝોન
(1) ઓમ વુમન ચિલ્ડ્રન હોસ્પિટલ, ચોથો માળ, ફોર પોઈન્ટ, વેસુ, વી.આઈ.પી.રોડ, સુરત, જેમાં આવેલા કુલ-૧૧ રૂમ સીલ કરવામાં આવ્યા
(૨) આયુષ્યમ્ ચિલ્ડ્રન હોસ્પિટલ, ચોથો માળ, મારવેલા પેલેડિયમ કોમ્પ્લેક્સ, વી.આઈ.પી. રોડ, સુરત, જેમાં આવેલા કુલ-૦૬ રૂમ સીલ કરવામાં આવ્યા
(૩) પ્રિયા હોસ્પિટલ, બીજો માળ, આગમ આર્કેડ, વેસુ, સુરત, જેમાં આવેલ કુલ-૦૩ રૂમને સીલ કરવામાં આવ્યા
(૪) શાના મેટરનિટી એન્ડ ગાયનેક હોસ્પિટલ, ચોથા માળ, આગમ આર્કેડ, વેસુ, સુરત, જેમાં કુલ-૦૪ રૂમ સીલ કરવામાં આવ્યા
(૫) વિદ્યા આંખની હોસ્પિટલ, ચોથો માળ, જોલી શોપિંગ સેન્ટર, ઘોડદોડ રોડ, સુરત, જેમાં કુલ-૦૨ રૂમ સીલ કરવામાં આવ્યા
કતારગામ ઝોન
(૧) સનરાઈઝ ગ્લોબલ સ્કૂલ, વર્ધમાન રો હાઉસ, અમરોલી, સુરત, જેમાં ૦૮ ક્લાસ રૂમ સીલ કરવામાં આવ્યા
(૨) શ્રીરામ કુંવરબા વિદ્યાલય, ૧૪થી ૨૫ નીલકંઠ સોસાયટી, અમરોલી, સુરત, જેમાં ૧૮ ક્લાસ રૂમ સીલ કરવામાં આવ્યા
રાંદેર ઝોન
(૧) રાજ કોર્નર, પાલનપોર ગામ, પાલ, સુરતને સીલ કરવામાં આવ્યું, જેમાં આવેલી કુલ ૪૧૬ દુકાનને સીલ કરવામાં આવેલ છે અને આ કોમ્પ્લેક્ષમાં આવેલા ૦૩ ક્લિનિક અને ૦૧ હોસ્પિટલને પણ સીલ કરવામાં આવેલ છે. જેમનાં નામ નીચે મુજબ છે.
૧) સાંઈ ક્લિનિક, જેમાં આવેલ ડોક્ટર રૂમ-૦૧ને સીલ કરવામાં આવેલ છે
૨) દેવ ક્લિનિક, જેમાં રૂમ-૧ સીલ કરતામાં આવેલ છે
૩) આસ્થા ક્લિનિક, જેમાં ડોક્ટર રૂમ-૦૧ને સીલ કરવામાં આવેલ છે
૪) આગમ હોસ્પિટલ, જેમાં ડોક્ટર રૂમ-૦૧ અને જનરલ વોર્ડ–૦૧ મળી કુલ-૨ રૂમ સીલ કરવામાં આવેલ છે.