સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ સાત માળની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આજે 10 ડિસેમ્બર સવારે મોટી આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. સવારે લગભગ 7 વાગ્યે લાગેલી આગ ઝડપથી વિકરાળ બની અને ફાયર બ્રિગેડને બ્રિગેડ કોલ જાહેર કરવો પડ્યો હતો. ચાર કલાકની સતત જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી પરંતુ ફરી આ આગ ભભૂકી ઉઠી હતી. ફાયર બ્રિગેડ દ્વ્રારા સતત છેલ્લા 10થી વધુ કલાકથી આગને ઓલવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
પ્રાથમિક માહિતી મુજબ આગની શરૂઆત ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી લિફ્ટના ઈલેક્ટ્રીકલ વાયરિંગમાંથી થઈ હતી. થોડા જ સમયમાં વાયરીંગ માધ્યમથી આગ સાતમા માળ સુધી ફેલાઈ ગઈ. માર્કેટની અંદર આવેલી 20થી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે. કાપડ બજાર હોવાને કારણે નુકસાનનો અંદાજ મોટા પાયે લાગી રહ્યો છે..
મળતી માહિતી મુજબ આગને કાબૂમાં લેવાની કામગીરી દરમિયાન 3 ફાયર જવાનોને ગૂંગળામણ થતા સારવાર માટે તાત્કાલિક સ્મિમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
9 ફાયર સ્ટેશનની 15થી વધુ ગાડીઓ સ્થળે પહોંચી
આગની ગંભીરતા જોતા તાત્કાલિક બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. શહેરના 9 ફાયર સ્ટેશનમાંથી 15થી વધુ ફાયર ફાઇટર ગાડીઓ થોડા જ સમયમાં ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર જવાનો દ્વારા ચારથી વધુ કલાક સુધી સતત આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી.
આગ કાબૂમાં લેવા મુશ્કેલ કેમ બની ?
- લિફ્ટના વાયરિંગ માધ્યમથી આગ સીધી ગ્રાઉન્ડ ફ્લોરથી 7મા માળ સુધી પહોંચતી હતી.
- માર્કેટની દરેક દુકાનમાં મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો સંગ્રહિત હોય જેથી આગ ઝડપથી ફેલાઈ હતી.
- સિન્થેટિક કાપડના સળગવાથી ઘાટો અને ઝેરી ધુમાડો ઉત્પન્ન થતો હોવાથી ફાયરમેનને ઓક્સિજન માસ્ક પહેરીને કામગીરી કરવી પડી.
- પાવર કટ કર્યા બાદ જ અંદર જઈ કામગીરી શરૂ કરી શકાય તેવી પરિસ્થિતિ હતી.
10થી 12 કરોડના નુકસાનનો અંદાજ
આગમાં વેપારીઓના લાખો રૂપિયાના માલનું નુકસાન થયાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે, જોકે નુકસાનીનો ચોક્કસ આંક તો આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયા