વડોદરા: આણંદની (Aanand) નજીક આવેલા સંતરામપુર શહેરમાં આવેલા કોલેજ રોડ (College road) પરના ગાંધી હોંડા બાઈકના શો રૂમમાં (Bike Show Room) અગમ્ય કારણોસર ભીષણ આગ (Fire) લાગી હતી. પળભરમાં જ આખેઆખો શોરુમ બળીને ખાખ થઈ ગયો હતો. ગાંધી હોંડા શોરુમમાં એકા એક આગ ભભૂકતા 100 જેટલી બાઇકો બળીને ખાખ થઈ હતી. જાણકારી મળી આવી છે કે આગ એટલી ભયંકર હતી કે જોત જોતામાં જ આગે આખા શો રૂમને ચપેટમાં લઈ લીધો હતો. જો કે આ ધટનામાં કોઈ જાનહાનિની જાણકારી મળી આવી નથી. જો કે સમગ્ર શોરુમ તેમજ બાઇકો ભડ ભડ સળગવા લાગી હતી.
- ઘટના ધટતા સ્થાનિકો દ્વારા આગ ઓલવવાની ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી
- 100 જેટલી બાઇક હતી અને અન્ય સ્પેરપાર્ટસ્ મળી 1થી દોઢ કરોડના નુકસાનની આશંકા
- આગ એટલી ભયંકર હતી કે જોત જોતામાં જ આગે આખા શો રૂમને ચપેટમાં લઈ લીધો
સમગ્ર ઘટના ધટતા સ્થાનિકો દ્વારા આગ ઓલવવાની ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે લુણાવાડા ફાયર ટીમને સ્થાનિકો દ્વારા જાણ કરાતા ટીમ ઘટનાસ્થળે તાબડતોડ દોડી આવી હતી. જાણકારી મળી આવી છે કે આ આગ કેવી રીતે લાગી તે અંગેનું કારણ હાલ અકબંધ છે. ત્યારે આગના બનાવની જાણ થતાં લોક ટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા છે. આગ કયા કારણોસર લાગી અને આગના બનાવમાં કેટલું નુકસાન તે જાણી શકાયું નથી. પરંતુ શો રૂમના માલિકના જણાવ્યા પ્રમાણે શો રૂમની અંદર 100 જેટલી બાઇક હતી અને અન્ય સ્પેરપાર્ટસ્ મળી 1થી દોઢ કરોડના નુકસાનની આશંકા લગાવવામાં આવી રહી છે.