હરિયાણાના હંસીમાં બબીતા જી એટલે કે ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah)ના મુનમુન દત્તા (Munmun Dutta) સામે એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે. હાલમાં જ કોઈ ખાસ જાતિ વિશેના વીડિયો (VIDEO)માં મુનમુન દત્તા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓને કારણે આ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
નેશનલ એલાયન્સ ફોર દલિત હ્યુમન રાઇટ્સના કન્વીનર રજત કલ્સને કહ્યું હતું કે આ ઘટનાને ખુબ જ શરમજનક બનાવવાનો પ્રયાસ કર્યો હતો , તેણે કહ્યું કે “અભિનેત્રીના લાખો અનુયાયીઓ છે અને તે અમને નીચે બતાવવા માટે જ કહેવામાં આવ્યુ છે.” નોંધનીય છે કે મુનમુન વિરુધ્ધ તમામ કલમો બિનજામીનપાત્ર છે અને આ કલમોમાં આગોતરા જામીન માટેની જોગવાઈ પણ નથી.
શું છે આખો મામલો?
થોડા સમય પહેલા મુનમૂને એક વિડીયોમાં કોઈ ખાસ જાતિ વિશે એક ટિપ્પણી કરી હતી. તે પછી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો અને ઘણા સોશ્યલ મીડિયા યુઝર્સે અભિનેત્રી સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને તેની ધરપકડની માંગ કરી હતી.
અભિનેત્રીએ માફી માંગી
કેસ થતાંની સાથે જ મુનમુને સોશ્યલ મીડિયા (APOLOGY ON SOCIAL MEDIA) પર માફી માંગી. મુનમુને એક નોંધમાં લખ્યું, ‘આ ગઈકાલે મેં પોસ્ટ કરેલા એક વીડિયોના સંદર્ભમાં છે. જ્યાં મેં ઉપયોગ કરેલા કોઈ શબ્દનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. તે ક્યારેય કોઈની લાગણીને ઠેસ પહોંચાડવા, ધમકાવવા અથવા ઈજા પહોંચાડવાનો ન હતો. મર્યાદિત ભાષાના જ્ જ્ઞાને કારણે, હું તે શબ્દના અર્થ વિશે ખોટી માહિતી આપી હતી. ‘ તેમની પોસ્ટમાં મુનમુને વધુમાં લખ્યું કે, ‘એકવાર મને તેના અર્થ વિશે જાગૃત કરવામાં આવ્યા પછી, મેં તરત જ તે ભાગને દૂર કરી દીધો.
મારે દરેક જાતિ અથવા જાતિના દરેક વ્યક્તિ માટે ખૂબ આદર છે અને હું આપણા સમાજ અથવા રાષ્ટ્રમાં તેમના પુષ્કળ યોગદાનને સ્વીકારું છું. હું શબ્દની મદદથી અજાણતાં દુ:ખ પહોંચ્યું હોય દરેક વ્યક્તિની નિષ્ઠાપૂર્વક માફી માંગવા માંગુ છું અને તેના માટે મને દિલગીર છે. ‘