ગાંધીનગર: વિધાનસભામાં ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબલ પેન્શન યોજનાના પ્રશ્નના લેખિત જવાબમાં ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતુ કે, ગરીબી રેખા હેઠળ જીવતી દિવ્યાંગ વ્યક્તિને આર્થિક રીતે સહાયરૂપ (Financially helpful) થવા માટે વર્ષ-૨૦૦૯થી આ યોજના અમલમાં છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ તીવ્ર દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે નાણાકીય સહાય આપી સામાજિક ઉત્થાન કરવાનો છે. વડોદરા (Vadodra) જિલ્લાના ૯ તાલુકાઓમાં આ યોજના હેઠળ છેલ્લા એક વર્ષમાં ૩૭ અરજીઓ મળી હતી તે તમામ અરજીઓ મંજૂર કરીને રૂ.૨,૦૫,૪૦૦ની નાણાકીય સહાય ચૂકવાઇ છે.
વડોદરા જિલ્લામાં ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબલ પેન્શન યોજના હેઠળ 37 લાભાર્થીને 2 લાખની સહાય ચૂકવાઇ
By
Posted on