નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા (FINANCE MINISTER) સીતારમણે રવિવારે જીએસટીમાંથી કોરોનાની રસી (CORONA VACCINE), દવાઓ અને ઑક્સિજન કોન્સન્ટ્રેટર (OXYGEN CONCENTRATES)ને મુક્તિ આપવાની અરજી (AAPLICATION) નકારી કાઢતાં કહ્યું હતું કે, આ વસ્તુઓને છૂટ આપવાથી ગ્રાહકો માટે જીવન બચાવની ચીજવસ્તુઓ મોંઘી થશે. કારણ કે, ઉત્પાદકો ઇનપુટ્સ પર ચૂકવણીનો ટેક્સ ચૂકવશે નહીં.
હાલમાં, સ્થાનિક પુરવઠો અને રસીની વ્યાપારી આયાત 5 ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) હેઠળ રાખવામાં આવી છે. જ્યારે કોરોનાની દવાઓ અને ઑક્સિજન કોન્સન્ટ્રેટર માટે 12 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે. કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી (SONIA GANDHI)એ ગયા મહિને માંગ કરી હતી કે, કોરોના દર્દીઓની સારવાર માટે જરૂરી તમામ જીવનરક્ષક દવાઓ, ઉપકરણો અને સાધનોને જીએસટીમાંથી મુક્તિ મળવી જ જોઇએ.
હાલમાં, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આજ માંગ કરી હતી.
સીતારમણે ટ્વીટ્સની શ્રેણીમાં જણાવ્યું હતું કે, જો જીએસટીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે તો રસી ઉત્પાદકો પોતાનો ઇનપુટ ટેક્સ સરભર કરી શકશે નહીં અને કિંમતમાં વધારો કરીને ગ્રાહક / નાગરિકને સોંપી દેશે. 5 ટકાનો જીએસટી દર સુનિશ્ચિત કરે છે કે, ઉત્પાદક આઇટીસીનો ઉપયોગ કરી શકશે અને આઇટીસી (ITC)ના ઓવરફ્લોના કિસ્સામાં રિફંડ ક્લેમ (REFUND CLAIM) કરશે. તેથી, જીએસટીમાંથી રસીને મુક્તિ આપવી એ ઉપભોક્તાને લાભ કર્યા વિના પ્રતિકૂળ રહેશે. સીતારમણની આ ટ્વિટ્સ બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રના જવાબમાં હતા.
આયાતી ચીજવસ્તુઓ પર જીએસટી લાગુ કરવા અંગેના તેમના મુદ્દા અંગે સીતારમણે કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યોની એકીકૃત જીએસટી (આઇજીએસટી)ના વસૂલાતથી મળેલી આવક સમાનરૂપે વિભાજિત થાય છે. સેન્ટ્રલ જીએસટી આવકનો 41 ટકા હિસ્સો રાજ્યોને આપવામાં આવે છે. તે અનુસાર, 100 રૂપિયાની આવકમાંથી 70.50 રૂપિયા જેટલું રાજ્યોનો હિસ્સો છે. સીતારમણે કહ્યું કે, હકીકતમાં નજીવા 5 ટકા જીએસટી એ રસીના સ્થાનિક ઉત્પાદક અને નાગરિકો માટે હિતમાં છે.