Business

બજેટ ઈફેક્ટ: સોના-ચાંદી થયા મોંઘા, લગ્ન સમારંભોના બજેટ ખોરવાયા

નવી દિલ્હી : નાણાં મંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) રજુ કરેલું બજેટ ભલે મધ્યમ વર્ગને રાહત આપનારું રહ્યું હોઈ પણ બજેટ રજુ થયા બાદ લગ્નની તૈયારીઓમાં લાગેલા સામાન્ય લોકોના પરસેવા છૂટી ગયા છે અને તેની સાથે-સાથે તેમેણે નિર્ધારિત કરેલું લગ્નનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. જે દિવસે કેન્દ્રીય બજેટ (Union Budget) રજુ થયું તેજ દિવસથી સોના-ચાંદીના (Gold And Silver) ભાવો પણ આસમાને ગયા છે. સોનાની કિંમતોમાં જોરદાર ઉછાળો નોંધાયો છે. ગુરુવારે સોનાના ભાવમાં સતત વધારો થઈને તેની મૂળ કિંમત કરતા 1000 રૂપિયા મોંઘુ થઇ ગયું છે. સોનાના ભાવો આસમાને જતા હવે લગ્નની (Marriage) તૈયારીમાં જોડાયેલા લોકો સોનાની ખરીદી કરતા પહેલા વિચારતા થઇ ગયા છે.

સોનાનો ભાવ 1090 રૂપિયા મજબૂત થયો
બુધવારે સોનાનો ભાવ 1090 રૂપિયા મજબૂત થયો હતો. આ સાથે જ એક તોલો 10 ગ્રામની કિંમત 57 હજાર 942 રૂપિયા થઇ ગઈ છે. વૈશ્વિક બજાર ઉપર એક નજર કરીએ તો બહુમૂલ્ય ધાતુઓની કિંમતમાં પણ તેજી જોવા મળી છે. સોનાના ભાવ જાહેર કરતી એચડીએફસી સિક્યોરિટીઝ એજન્સીના રિપોર્ટ અનુસાર પાછલા કારોબારી સત્રમાં સોનુ 56 હજાર 852 રૂપિયા પ્રતિ 10 ગ્રામ (એક તોલા)ની કિંમત નોંધાયા બાદ બંધ થયું હતું. તો બીજી તરફ ચાંદીની કિંમત 1947 રૂપિયાના ઉછાળા સાથે 69,897 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો હતો. જયારે છેલ્લા કારોબારી સત્રમાં ચાંદીની કિંમત પ્રતિકિલો 67,950 રૂપિયા નોંધાતા બંધ થઈ હતી.

HDFC સિક્યોરિટીઝના એક વિશ્લેષકે જણાવ્યું હતું કે દિલ્હીમાં હાલ સોનાના ભાવ રૂ. 1,090 વધીને રૂ. 57,942 પ્રતિ 10 ગ્રામ થયા હતા. વિદેશી બજારમાં સોનું મજબૂત થઈને $1,923 પ્રતિ ઔંસ થયું હતું જ્યારે ચાંદી ઘટીને $23.27 થઈ હતી. ડૉલર પ્રતિ ઔંસ રહ્યું છે.

સોનાના ભાવે સામાન્ય માણસનું બજેટ બગાડી નાખ્યું છે
વધુમાં બજારના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે કોમેક્સ પર સ્પોટ ગોલ્ડ તેના અગાઉના બંધ સામે $1,923 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. સોનાના ભાવમાં સતત ત્રીજા મહિને વધારો જોવા મળી રહ્યો છે. જેને નબળા પડતા ડૉલર અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ધીમો વધારો કરવામાં આવ્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટથી સામાન્ય લોકોએ રાહતની આશા વ્યક્ત કરી હતી પરંતુ તેનાથી વિપરીત સોનાના ભાવે સામાન્ય માણસનું બજેટ બગાડી નાખ્યું છે. સોનાના ભાવમાં એકાએક ઉછાળો આવ્યો છે.

Most Popular

To Top