SURAT

સિગરેટ લેવા જવા જેવી સામાન્ય બાબતમાં સુરતના ભટારમાં બે મિત્રો ઝઘડ્યા, એકની હત્યા

સુરત: નજીવી બાબતે અદાવત રાખી સુરતમાં મિત્ર (Friend) એ મિત્રની હત્યા (Murder) કરી હતી. ગતરાત્રે અગાઉ થયેલા ઝઘડાની (Fight) અદાવત રાખી ભટારના (Bhatar) દીપ નામના યુવકે તેના મિત્ર (Friend) આકાશની હત્યા કરી (Murder) હતી. જણાવી દઈએ કે સિગારેટ (Cigarette) લેવા જવા માટે બંને મિત્રોમાં ઝઘડો (Fight) થયો હતો. જેના પગલે આ હત્યા (Murder) કરવામાં આવી હતી. હાલ ખટોદરા પોલીસે (Police) વધુ તપાસ (Checking) હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ભટારના તડકેશ્વર નજીક મિત્ર એ મિત્રની ચપ્પુના ઘા મારી હતા કરી હતી. સિગરેટ લેવા જવાની બાબતે થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગઇકાલે મરનાર આકાશ બાબા સાહેબ વાઘમરે જમીન પર લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ બીજા મિત્રને જાણ કરતાં તેને સિવિલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર્ણ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર મામલો સામે આવતા ખટોદરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

કિરણ કહાર (મિત્ર) એ જણાવ્યું હતું કે આકાશ ભટારના ગોકુલ નગરમાં રહેતો હતો અને બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર મજૂરી કામ કરતો હતો. તે એક ભાઈ, બહેન અને વિધવા માતા સાથે રહેતો હતો. આકાશ પરિવારનો આર્થિક આધાર સ્તંભ હતો.

વધુમાં જણાવ્યું હતું કે, રાત્રે વિપુલ, આકાશ અને દીપ ત્રણેય તડકેશ્વર નજીક ભેગા થયા હતા. ત્યારબાદ વિપુલે આકાશ અને દીપને સિગરેટ લેવા જવા માટે કહ્યું હતું. બસ આ બાબતે એક બીજાને તું લઈ આવ, તું લઈ આવ કહી બંને ઝઘડી પડ્યા હતા. ત્યારબાદ બંને મિત્રો વચ્ચે છુટ્ટા હાથની મારા મારી થતા વિપુલે વચ્ચે પડી સમાધાન કરાવ્યુ હતું અને બંનેને છુટા પાડ્યા હતા. જોકે ઝઘડાની અદાવત રાખી મધરાત્રે આકાશને દીપે ઘર નજીક બોલાવી ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી.

વધુમાં કિરણે કહ્યું હતું કે અચાનક મધરાત્રે મિત્રનો ફોન આવ્યો હતો અને જણાવ્યુ હતું કે ‘તારા મિત્ર આકાશની મેટર થઈ છે.’ ઉંઘમાંથી ઉઠીને ઘટના સ્થળે જતા આકાશ જમીન પર લોહી લુહાણ હાલતમાં પડેલો હતો. ત્યારબાદ તાત્કાલિક 108ની મદદથી સારવાર માટે સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો. ઘટનાની જાણ બાદ પરિવારનો શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આકાશને 3-4 ઘા મરાતા તેનું મોત નિપજ્યું હતું. હાલ ખટોદરા પોલીસ આગળની તપાસ કરી રહી છે.

Most Popular

To Top