સ્વ.મોહન ડેલકરના શ્રધ્ધાજંલિના કાયઁક્રમમાં પુતળા દહન કરવા અટકવતાપોલીસ લોકો ઉશ્કેરાતા મામલો બિચક્યો હતો. પોલીસ અને લોકો વચ્ચે ઝપાઝપી થતા મામલો ગરમાયો હતો અને બાદમાં લોકોએ પોલીસ મથકનો ઘેરાવ કરી હંગામો મચાવ્યો હતો.
સેલવાસના ઇન્દીરાનગરમાં આજે મોડી સાંજે સ્વ મોહન ડેલકરના શ્રધ્ધાજંલિ કાયઁક્રમમાં પોલીસ અને લોકો વચ્ચે સઘષઁ થતા મામલો ગરમાયો હતો. પોલીસે મહિલા પર હાથ ઉઠાવતા લોકોએ પોલીસ સાથે ઝપાઝપી આક્રોશ ઠાલવ્યાો હતો. પોલીસના રવૈયા સામે રાત્રે મહિલા સહિતના લોકોએ પોલીસ મથકનો ઘેરાવ કરી ભારે ધાંધલ ધમાલ મચાવી દીધી હતી.
દા.ન.હવેલીના સાંસદ મોહન ડેલકરના અપમુત્યુ કેસમાં હજી સુધી ન્યાય નહી મળતા અને શ્રધ્ધાજંલિ આપવા ઠેર ઠેર કાયઁક્રમનું આયોજન કરી લોકો દ્ધારા ફરિયાદમાં આરોપી તરીકે વણાઁવાયેલા પ્રસાશક સહિતના અધિકારી સામે પગલા ભરવા માંગ કરાઇ રહી છે. આજે મોડીસાજે સેલવાસના ઇન્દીરાનગરમાં શ્રધ્ધાજંલિનો કાયઁક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મહિલા સહિતના લોકોએ ભારે સુત્રચ્ચાર કરી ન્યાયની માંગ કરી હતી. જો કે પોલીસનો કાફલો પણ પહોંચી ગયો હતો. કાયઁક્રમમાં લોકો પુતળાનું દહન કરવા જતા પોલીસે અટકાવવા પ્રયાસ કયોઁ હતો
જેને પગલે પોલીસ અને લોકો વચ્ચે બોલાચાલી થયા બાદ ઝપાઝપી થઇ હતી બાદમાં મામલો ગરમાતા પોલીસ અને લોકો સામસામે આવી ગયા હતા. પોલીસે કડકાઇ વાપરી મમલો થાળે પાડવાની કોશિષ કરી હતી. જો કે લોકોએ મહિલા પર હાથ ઉઠાવ્યોનો ગંભીર આક્ષેપ કયોઁ હતો. પોલીસના વલણ સામે રાત્રે મહિલા સહિતના લોકો પોલીસ મથકે પહોંચી જઇ ભારે હંગામો મચાવી દીધો હતો. ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારી પોલીસ મથકે પહોંચી ગયા હતા. બાદમાં પોલીસ અધિકારીએ લોકો સાથે વાતચીત કરી મામલો થાળે પાડતા લોકો રવાના થયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સેલવાસના ઇન્દીરાનગરમાં સ્વ. મોહન ડેલકરના શ્રધ્ધાજંલિના કાયઁક્રમમાં પુતળા દહન વેળા પોલીસ અટકાવતા જતા મામલો બિચક્યો હતો. પોલીસ અને લોકો વચ્ચે સંઘષઁ થયું. હતું. બાદમાં મહિલા સહિતના લોકો પોલીસ મથકે પહોંચી હંગામો મચાવી ભારે આક્રોશ ઠાલવ્યો હતો.