દોહા : ફિફા વર્લ્ડકપના (FIFA World Cup) આઠ સ્ટેડિયમોમાં શુક્રવારે આલ્કોહોલ (Alcohol) સાથેના બીયર (Beer) સહિતના કોઈપણ પ્રકારના દારૂના વેચાણ પર પ્રતિબંધ (Prohibition) મુકવામાં આવ્યો હતો. ફિફા ટુર્નામેન્ટ શરૂ થવાના બે દિવસ પહેલા જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ફીફાએ તેના સ્પોન્સર બડવાઇઝરને નફા-નુકસાનને ધ્યાનમાં રાખીને જો કે એવો નિર્ણય લીધો હતો કે ટુર્નામેન્ટ દરમિયાન નોન-આલ્કોહોલિક બીયર ચોક્કસપણે વેચવામાં આવશે.
- સ્ટેડિયમના લકઝરી હોસ્પિટાલિટી એરિયામાં શેમ્પેન, વાઇન, વ્હીસ્કી અને અન્ય આલ્કોહોલ પીરસી શકાશે
- લકઝરી હોસ્પિટાલિટી એરિયા બહાર રેગ્યુલર ટિકીટ ધારકોને જ એકમાત્ર આલ્કોહોલીક બીયર વેચી શકાશે
ફિફાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે યજમાન દેશના અધિકારીઓ અને ફિફા વચ્ચેની ચર્ચાઓ પછી સ્ટેડિયમ એરિયામાંથી બીયરના વેચાણને હઠાવીને ફિફા ‘ફેન ફેસ્ટિવલ’, ચાહકોના અન્ય સ્થળો અને લાઇસન્સવાળા સ્થળોએ આલ્કોહોલિક પીણાંનું વેચાણ પર ધ્યાન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. શેમ્પેન, વાઇન, વ્હીસ્કી અને અન્ય આલ્કોહોલ સ્ટેડિયમના લકઝરી હોસ્પિટાલિટી એરિયામાં પીરસી શકાશે. આ સ્થળની બહાર બીયર એકમાત્ર આલ્કોહોલ હશે જે રેગ્યુલર ટિકીટ ધારકોને વેચી શકાશે.
વર્લ્ડકપની બીયર સ્પોન્સર કંપની બડવાઇઝરની મૂળ કંપની એબી ઇનબેવે આ મામલે પ્રતિક્રિયાની કરાયેલી વિનંતીનો તરત જવાબ આપ્યો નહોતો. એબી ઇનબેવ દરેક વર્લ્ડકપમાં બીયર વેચવા માટેના રાઇટ્સ મેળવવા લાખો ડોલર ખર્ચતી આવી છે અને તેમે પોતાનો મોટાભાગનો સ્ટોક બ્રિટનથી કતાર રવાના પણ કરી દીધો છે.
બડવાઇઝર અને ફિફાનો વચ્ચેનો સંબંધ 1986થી જોડાયેલો છે
બડવાઇઝરની પેરેન્ટ કંપનીએ ફિફા સાથે કરેલી ભાગીદારી છેક 1986ની ટુર્નામેન્ટથી શરૂ થઈ હતી અને તેને નોર્થ અમેરિકામાં આગામી વર્લ્ડકપ માટે ચાલુ રાખવા માટે વાટાઘાટો કરી રહી છે. જ્યારે કતારે વર્લ્ડકપની યજમાની માટે બિડિંગ પ્રક્રિયા શરૂ કરી, ત્યારે દેશ ફિફાના પ્રોફેશનલ ભાગીદારોનો આદર કરવા સંમત થયો હતો અને 2010માં આયોજનના રાઇટ્સ જીત્યા પછી કરાર પર હસ્તાક્ષર કરતી વખતે કર્યું હતું. બ્રાઝિલમાં 2014 જ્યારે વર્લ્ડકપ યોજાયો હતો ત્યારે યજમાન રાષ્ટ્રએ નિયમોમાં ફેરફાર કરીને સ્ટેડિયમમાં આલ્કોહોલના વેચાણને મંજૂરી આપી હતી.