કતાર : ફિફા વર્લ્ડ કપની (FIFA World Cup) સુપર 16 (Super 16) મેચોનો દોર હવે શરુ થઇ ગયો છે. અને હવે નોક આઉટ મેચોમાં (Knock Out Match) રસાકસીનો જંગ ચાલી રહ્યો છે. સાથે સાથે ઘણા મેજર અપસેટ પણ રમતમાં જોવા મળી રહ્યા છે. ફૂટબોલ વર્લ્ડ કપમાં આજથી નોકઆઉટ મેચો શરૂ થઈ ગઈ છે. પ્રથમ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડે (Netherlands) યુનાઇટેડ સ્ટેટ્સને (US) 3-1થી હરાવીને આ જીત સાથે તે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. હવે પછી તેનો મુકાબલો આર્જેન્ટિના કે ઓસ્ટ્રેલિયા સાથે થશે. નેધરલેન્ડની ટીમ 2014 બાદ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. તે 2018માં ક્વોલિફાય થઈ શકી ન હતી. નેધરલેન્ડ સાતમી વખત અંતિમ-8માં પહોંચ્યું છે.
- નેધરલેન્ડની ટીમ 2014 બાદ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી
- અમેરિકન ટીમનું 2002 બાદ અંતિમ-8માં પહોંચવાનું સપનું ચકનાચૂર
- અમેરિકા પાસે 59 અને નેધરલેન્ડ પાસે 41 ટકા બોલ કબજો હતો
આજની મેચમાં નેધરલેન્ડ માટે શાનદાર જીત
નેધરલેન્ડે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં યુનાઇટેડ સ્ટેટ્સને 3-1થી હરાવ્યું હતું.આ જીત સાથે તે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે . અને તેની સાથે જ અમેરિકન ટીમનું 2002 બાદ અંતિમ-8માં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. નેધરલેન્ડની મેચમાં મેમ્ફિસ ડેપેએ પ્રથમ ગોલ કર્યો હતો. તેણે 10મી મિનિટે જ ટીમને લીડ અપાવી હતી. હાફ ટાઈમ પહેલા ડેલી બ્લાઈન્ડે ગોલ કરીને ટીમને 2-0થી આગળ કરી હતી. 76મી મિનિટમાં, હાજી રાઈટે યુનાઈટેડ સ્ટેટ્સ માટે ગોલ કર્યો પરંતુ પાંચ મિનિટ પછી ડેન્ઝેલ ડમફ્રાઈસે નેધરલેન્ડની લીડ વધારીને 3-1 કરી હતી.
અમેરિકન ટીમે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું
અમેરિકન ટીમે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ તેના ખેલાડીઓ ગોલ કરી શક્યા ન હતા. યુએસએ ગોલ પર 17 પ્રયાસો કર્યા હતા. પરંતુ મેચનું પરિણામ તેની તરફેણમાં આવ્યું ન હતું. અમેરિકાની પાસિંગ ચોકસાઈ 82 ટકા અને નેધરલેન્ડની 76 ટકા હતી. અમેરિકા પાસે 59 અને નેધરલેન્ડ પાસે 41 ટકા બોલ કબજો હતો.