નવી દિલ્હી : ઈટાલિયન લક્ઝરી સ્પોર્ટસ કાર (Italian luxury sport car) કંપની ફેરારીએ (Ferrari) ભારતમાં (India) પોતાની નવી સ્પોર્ટસ કાર ફેરારી 296 GTSને લોન્ચ કરી છે. આ કાર કનવર્ટિબલ (Convertible) અને નોન કનવર્ટિબલ (Non convertible) એમ બંને રૂપમાં લોન્ચ કરવામાં આવી છે. આ કારની કિંમત 6.24 કરોડ રૂપિયા છે. કંપનીનો દાવો છે કે આ કાર માત્ર 2.9 સેકેન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પિડ પકડવામાં સક્ષમ છે.
જ્યારે પણ સ્પોર્ટ કારની વાત આવે ત્યારે પહેલું નામ ફેરારીનું જ આવે છે. ભારતમાં ઓફિશિયલ ઈમ્પોર્ટર સેલેક્ટ કોર્સ દ્વારા ફેરારીની નવી કાર લોન્ચ કરવામાં આવી છે. આ કારનું લોન્ચીંગ દિલ્હી એરોસીટીમાં આવેલી અંદાઝ હોટલમાં રાખવામાં આવ્યું હતું. લોન્ચ કરતી વખતે ફેરારીના માર્કેટિંગ હેડ સંયમ ત્યાગીએ જણાવ્યું હતું કે, “અમે અમારી નવી કાર લોન્ચ કરતાં ખુબજ ખુશ છીએ.
આ કારમાં 3 લિટર ક્ષમતાના V6 ટર્બોચાર્જ્ડ એન્જિન આપવામાં આવ્યા છે. જે 8000 rpm પર 610 kWનો પાવર અને 6250 rpm પર 740 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 8-સ્પીડ F1 ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન (DCT) ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. આ સાથે કારમાં 7.45KWH ક્ષમતા વાળી બેટરી પણ આપવામાં આવી છે.
આ ICE એન્જિનને પાછળના માઉન્ટેડ ઇલેક્ટ્રિક મોટર સાથે લાગડવામાં આવેલ છે. તેમાં બે અલગ-અલગ પાવર યુનિટ આપવામાં આવ્યા છે, જે TMA એક્ટ્યુએટર દ્વારા ફીડ કરવામાં આવેલી છે. તે યુનિટને ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. ઇલેક્ટ્રિક મોટર 296 GTS પાવર આઉટપુટને 830 cv સુધી વધારી દે છે. આ કાર પ્યોર ઇલેક્ટ્રિક મોડમાં 25 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપશે એવો કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
આ નવી ફેરારી 296 GTSમાં પાછળના ભાગમાં એન્જિન મુકવામાં આવ્યું છે. જેમાં રિયર બેંચ તરીકે 49 લિટરની સ્પેસ પણ આપવામાં આવી છે. આ કારના આગળના બોનેટની અંદર સ્પેસિફિકેશન સીટ પણ આપવામાં આવી છે. જેમાં 65 લીટરની ફ્યુઅલ ટેન્ક પણ મળે છે.
જો આ કારના નામનો અર્થ કાઢવામાં આવે તો 296 GTS એટલે કે જેમાં આ કારનું એન્જિન 2.992 ccની ક્ષમતા ધરાવે છે. જ્યારે ‘GTS’ એટલે ‘Gran Turismo Spyder’ થાય છે.