ફેસબુક (FB), વોટ્સએપ (WhatsApp) અને ઈન્સ્ટાગ્રામ (Instagram)ના કારણે તેના સહ-સ્થાપક અને સીઈઓ (CEO) માર્ક ઝુકરબર્ગ (Mark zukerberg)ને પણ વ્યક્તિગત રીતે ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. અને તેમની નેટવર્થ (net worth) 7 કલાકમાં 7 અબજ ડોલર (લગભગ 52,217 કરોડ રૂપિયા) ઘટી ગઈ જેના પગલે તેઓ અબજોપતિઓ (Billionaire)ની યાદીમાં એક સ્થાન નીચે આવી ગયા. ઝુકરબર્ગની નેટવર્થમાં દર કલાકે લગભગ 8700 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.
નોંધનીય છે કે ભારતીય સમય (Indian time) મુજબ સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ દરેક વ્યક્તિએ જોયું કે વિશ્વભરમાં ફેસબુકની તમામ સેવાઓ બંધ છે. ફેસબુક સિવાય ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, વેરિઝન, એટ એન્ડ ટી અને ટી મોબાઇલ જેવી અમેરિકન ટેલિકોમ કંપનીઓની સેવા પણ કલાકો સુધી બંધ થઈ ગઈ હતી. આ ઘટનાના પગલે ફેસબુકના શેર યુએસ શેરબજારોમાં વેચવા લાગ્યા અને એક જ દિવસમાં તેની કિંમત 5 ટકા ઘટી ગઈ. સપ્ટેમ્બરના મધ્યથી શેરમાં 15 ટકાનો ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ ઝુકરબર્ગની નેટવર્થ ઘટીને 120.9 અબજ ડોલર થઈ ગઈ અને તે બિલ ગેટ્સની નીચે 5માં સ્થાને પહોંચી ગયા. અગાઉ તે આ યાદીમાં ચોથા સ્થાને હતો. નોંધનીય છે કે સોમવારે રાત્રે કેટલાક કલાકો સુધી સેવાઓ ખોરવાઈ હતી. સવારે 4 વાગ્યાની આસપાસ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપની સેવાઓ જે કેટલાક કલાકો સુધી બંધ રહ્યા બાદ ફરી શરૂ થઈ છે.
એક ખાનગી ન્યૂઝ એજન્સીએ માહિતી આપી હતી કે લગભગ 7 કલાક સુધી ડાઉન રહ્યા બાદ આ એપ્સ ફરી આંશિક રીતે કામ કરવાનું શરૂ કરી દીધું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ડાઉન થયા પછી તે સ્પષ્ટ થયું ન હતું કે તેની પાછળનું કારણ શું હતું. કેટલાક લોકોએ તેને સાયબર એટેક ગણાવ્યો, જ્યારે કેટલાક લોકોએ કહ્યું કે આ DNS મુદ્દો છે. ત્યારે કંપનીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે તેઓ આ બાબતે વાકેફ છે અને તેઓ તેને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફેસબુક, તેનું મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ અને ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ સાત કલાક સુધી ડાઉન રહ્યા બાદ ફરી કામ કરવાનું શરૂ કર્યું છે. સર્વર ડાઉન થવાને કારણે સમગ્ર વિશ્વમાં લોકો પ્રભાવિત થયા છે. ફેસબુકે સોમવારે મોડી રાત્રે કહ્યું હતું કે તે તેમની સેવાઓને પુનસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યું છે અને “તેઓ હવે પાછા ઓનલાઈન થયા છે તે જાણ કરવામાં ખુશી છે.”
કંપનીએ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની સર્વિસ બંધ થવાને કારણે લોકોને પડતી અસુવિધા બદલ માફી માંગી હતી અને એપ પરત આવવા માટે આટલા લાંબા સમય સુધી રાહ જોવા બદલ તેના યુઝર્સનો આભાર માન્યો હતો. જોકે, હજુ સુધી એ જણાવવામાં આવ્યું નથી કે આ આઉટેજનું કારણ શું હોઈ શકે. ઈન્ટરનેટ સમસ્યાઓ પર નજર રાખતા ડાઉનડેક્ટરએ જણાવ્યું હતું કે વિશ્વભરમાં 10.6 મિલિયનથી વધુ અહેવાલો સાથે, આ ફેસબુકનો અત્યાર સુધીનો સૌથી મોટો આઉટેજ હતો. સર્વિસ શટડાઉનને પગલે સોમવારે ફેસબુકના શેરમાં 4.9 ટકાનો ઘટાડો થયો હતો, જે ગયા નવેમ્બર પછીનો તેમનો સૌથી મોટો દૈનિક ઘટાડો છે. સ્ટાન્ડર્ડ મીડિયા ઈન્ડેક્સ મુજબ, એક મેગેઝિન મેઝરમેન્ટ ફર્મ, આઉટેજ દરમિયાન ફેસબુકે યુએસ જાહેરાતની આવકમાં આશરે 545,000 ડોલર પ્રતિ કલાક ગુમાવ્યા. કંપનીની પોતાની ઇમેઇલ સિસ્ટમ સહિત ફેસબુકની કેટલીક આંતરિક એપ પણ પ્રભાવિત થઇ છે.
શું હોય છે DNS ?
DNS ને ઇન્ટરનેટ બેકબોન કહી શકાય. જ્યારે આપણે કોઈ પણ કમ્પ્યુટરમાં વેબસાઇટ ખોલીએ છીએ, ત્યારે DNS તમારા બ્રાઉઝરને જણાવે છે કે કોઈ પણ વેબસાઇટનો IP શું છે. દરેક વેબસાઈટનો આઈપી હોય છે. ટ્વિટર અથવા ફેસબુકના કિસ્સામાં, DNS તમારા બ્રાઉઝરને જણાવે છે કે Twitter અને Facebook નો IP શું છે. આ સ્થિતિમાં, જો DNS ડેટાબેઝમાંથી ફેસબુક અને ટ્વિટરનો રેકોર્ડ ભૂંસી નાખવામાં આવે, તો તમે અને તમારું કમ્પ્યુટર ફેસબુક અને ટ્વિટર શું છે તે જાણી શકશે નહીં અને તેમને એક્સેસ કરી શકશે નહીં.