National

ફેસબુક પર છોકરાઓ સાથે મિત્રતા કરી, લગ્નની લાલચ આપી ઠગાઈ કરતી મોહિની

સુરત : ફેસબુક (Facebook) ઉપર અપરણીત છોકરાઓ સાથે મિત્રતા (Friendship) કરી, લગ્ન (Marriage) કરવાની લાલચ આપી પૈસા પડાવતી મહિલા (Fraud Woman) તથા તેના પતિને તથા અન્ય ગુનામાં સોશિયલ મીડીયા (Social media)નો ઉપયોગ કરી ધાક ધમકી આપતા 3 આરોપીઓને પુણા પોલીસે મુંબઇથી ઝડપી પાડ્યા છે.

આઈ.ટી.એક્ટના બે ગુનાના કુલ ત્રણ આરોપીઓને મુંબઈથી પકડી પાડી પુણા પોલીસે તાજેતરમાં નોંધાયેલો ગુનો ડિટેક્ટ કર્યો છે.બનાવની વિગત એવી છે કે પુણા પોલીસમાં શાંતીભાઇ કાળુભાઇ સોરઠીયાએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી પ્રિયંકા જૈન (અંકિતા દિનેશ શાહ) તથા અન્ય નામ ધરાવતી મહીલા (રહે- મુંબઇ મહારાષ્ટ્ર )એ ફેસબુકમાં “ Priyanka Jain ” નામની આઇ.ડી. બનાવી પોતાની ઓળખ છુપાવી, ફરીયાદી સાથે ફેસબુકમાં મેસેજથી વાતો કરી પોતે પાલીતાણા ભાવનગરની વતની હોવાનો વિશ્વાસ આપી, લગ્ન કરવા માંગે તેવું પ્રલોભન આપી પ્રિયંકાએ એપેન્ડિક્સ એપરેશન, ભાડાના ફ્લેટની ડીપોઝીટ, એકટિવા ખરીદવા વિગેરે બહાનાઓ બતાવી કુલ રૂ.૨,૦૫,૧૪૫ / તેણીના ખાતામાં ટ્રાંસફર કરાવી લઇ શાંતિભાઈ સાથે ઠગાઈ કરી હતી. તેમને આ નાણાં પરત માંગતા આરોપી પ્રિયંકા જૈન (અંકિતા દિનેશ શાહ) અને તેની સાથેના અસ્પાક ઉર્ફે જાવેદ શેખ એ ફોન ઉપર ગાળ ગલોચ કરી હતી.

આ મામલે પોલીસ કમિશનરમાં રજૂઆત કરવામાં આવતા પુણા પીઆઇ વી.યુ.ગડરીયાએ આરોપીઓને પકડી પાડવા માટે મોબાઈલ નંબરના લોકેશન અને ટેકનિકલ રીતે વર્કઆઉટ કરી પોલીસ ટીમ બનાવી મહારાષ્ટ્રના ( મુંબઈ ) શહેરમા મોકલી આપી ત્યાં મોબાઈલ લોકેશનના આધારે અશફાક ઉર્ફે અફાક સાબીતઅલી શેખ (ઉ.વ -૩૭ ફલેટ. નં -૧૦૦૨ ફ્લોરીન્ટીયા ગાર્ડનસીટી પી.કે. રોડ મીરા રોડ ઇસ્ટ થાણે મુંબઇ,અંકીતાબેન ઉર્ફે પ્રિયંકા ઉર્ફે પ્રિયા તે અસ્ફાક સાબીતઅલી શેખની પત્ની ( દીનેશભાઇ મનસુખલાલ શાહ ની દીકરી ) (ઉ.વ -૩૦ ફલેટ.નં -૧૦૦૨ ફ્લોરીન્ટીયાગાર્ડન સીટી પી.કે.રોડ મીરા રોડ ઇસ્ટ થાણે મુંબઇ)ને મુંબઈ ખાતેથી પકડી પાડી પાડ્યા હતાં.

આ ગુનામાં બીજા આરોપી રાજ કનૈયાલાલ ગુપ્તા ( ઉ.વ .૨૬ /૬ હર્ષદ એપાર્ટમેંટ પ્રગતી નગર નાલાસોપારા ઇસ્ટ મુંબઇ મુળ – જાફરપુર તા – જફરપુર જી – આજમગઢ ઉત્તર પ્રદેશ )ને પણ મુંબઈ ખાતેથી પકડી લીધો હતો.

Most Popular

To Top