Entertainment

શું આ છે ઇલિયાના ડીક્રુઝના બાળકના પિતા? અભિનેત્રીએ શેર કરી રોમેન્ટિક તસવીરો

મુંબઈ: બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ (Actress) ઈલિયાના ડીક્રુઝ આ દિવસોમાં પોતાની પ્રેગ્નન્સીને લઈને ઘણી ચર્ચામાં છે. હાલમાં જ એક પોસ્ટમાં ઇલિયાનાએ તેના આવનાર બાળક વિશે માહિતી આપી છે. જે હવે સોશિયલ મીડિયા (Social Media) પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી અભિનેત્રીએ તેના બાળકના પિતાની ઝલક દેખાડી ન હતી પરંતુ તાજેતરમાં અભિનેત્રીએ એક રોમેન્ટિક ફોટો (Photo) શેર કર્યો છે. જેણે ચર્ચાનું જોર પકડ્યું છે.

અભિનેત્રીએ આખરે તેના બાળકના પિતા અને તેનાં જીવનમાં ખાસ હોય તે માણસ અંગે ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ હજુ સુધી બાળકના પિતા વિશે ન તો વાત કરી હતી અને ન તો તેની તસવીર સ્પષ્ટ બતાવી હતી પરંતુ સોમવારે સવારે ઇલિયાના ડીક્રુઝે તેના બોયફ્રેન્ડ સાથેની ડેટ નાઈટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

ઇલિયાનાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર હાર્ટ ઇમોજી સાથે તેમની રોમેન્ટિક તસવીરો શેર કરી છે. પ્રથમ તસવીરમાં તે તેના ખભા પર માથું રાખીને જોવા મળે છે. તેમજ એક ફોટોમાં બંને એકબીજાની આંખોમાં જોઈ રહ્યાં છે. ત્રીજી તસવીરમાં તેમની કેમેસ્ટ્રી દેખાઈ રહી છે જેમાં બંને ખુશ દેખાઈ રહ્યા છે.

18 એપ્રિલે ઇલિયાનાએ બે તસવીરો પોસ્ટ કરી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી
18 એપ્રિલે ઇલિયાનાએ બે તસવીરો પોસ્ટ કરી હતી. એક સ્લોગન એન્ડ સો ધ એડવેન્ચર બિગીન્સ અને બીજી “મમ્મા” શબ્દ સાથે. તેના કેપ્શનમાં ઇલિયાના ડીક્રુઝે લખ્યું ટૂંક સમયમાં આવી રહ્યું છે. મારા નાના પ્રિયતમને મળવા માટે રાહ નથી જોઈ શકતી. પોસ્ટ પછી તરત જ સોશિયલ મીડિયા યુઝર્સે તેના બાળકના પિતા વિશે અટકળો શરૂ કરી અને અભિનેત્રીને તેના વૈવાહિક સ્થિતિ વિશે પૂછપરછ કરવાનું શરૂ કર્યું. આ પોસ્ટ પર ચાહકો દ્વારા કોમેન્ટ કરવામાં આવી હતી કે આ બાળકના પિતા કોણ છે અને તમે લગ્ન કયારે કર્યા.

Most Popular

To Top