Sports

જસપ્રીત બુમરાહ T-20 વર્લ્ડ કપમાંથી બહાર નથી થયો : સૌરવ ગાંગુલી

કોલકાતા : ભારતીય ઝડપી બોલર (Fast bowler) જસપ્રીત બુમરાહની ઇજા અંગે પહેલીવાર ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા સત્તાવાર કંઇ કહેવામાં આવ્યું છે અને જેમાં એવું કહેવાયું છે કે બુમરાહને પીઠની સમસ્યા છે અને તે હાલ બીસીસીઆઇની (BCCI) મેડિકલ ટીમની (Medical Team) દેખરેખ હેઠળ છે. આ સાથે જ એવા અહેવાલોને રદિયો આપી દેવાયો છે કે જેમાં કહેવાયું હતું કે બુમરાહ ટી-20 વર્લ્ડકપમાંથી આઉટ થઇ ગયો છે. બીસીસીઆઇ સચિવ જય શાહે પહેલા દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝની બાકી બચેલી બે મેચ માટે બુમરાહને સ્થાને મહંમદ સિરાજના સમાવેશની જાહેરાત કરવાની સાથે કહ્યુ હતું કે બુમરાહ બુમરાહને પીઠમાં ઈજા થઈ છે અને હાલમાં તે બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. તેમના દ્વારા ટી-20 વર્લ્ડકપમાંથી તે બહાર છે કે નહીં તે અંગે કંઇ કહેવાયું નહોતું.

તે પછી આજે મોડેથી બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ ગુરુવારે બુમરાહ ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હોવાના એક રિપોર્ટમાં કરાયેલા દાવાને નકારી કાઢ્યો હતો, ગાંગુલીએ કહ્યું હતું કે અમે જસપ્રીત બુમરાહ પર નજર રાખી રહ્યા છીએ, હજુ થોડો સમય બાકી છે. તે હજુ ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર નથી થયો. ગાંગુલીના આ નિવેદનથી પ્રશંસકોની આશા વધી છે પરંતુ બુમરાહ વર્લ્ડ કપમાં રમશે કે નહીં, તેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી.

દક્ષિણ આફ્રિકા સામેની સીરીઝ માટેની ટીમમાં બુમરાહને સ્થાને મહંમદ સિરાજનો સમાવેશ
નવી દિલ્હી : ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પીઠની ઇજાને કારણે હાલમાં દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝમાંથી આઉટ થઇ ગયા પછી હવે તેના સ્થાને આ સીરિઝની બાકીની બે મેચ માટે જમણેરી ઝડપી બોલર મહંમદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બીસીસીઆઈના સચિવ જય શાહે એક નિવેદનમાં કહ્યું હતું કે, ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ ઈજાગ્રસ્ત જસપ્રિત બુમરાહના સ્થાને મહંમદ સિરાજને ઇજાગ્રસ્ત બુમરાહના સ્થાને દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 સીરિઝ માટે ટીમમાં સામેલ કર્યો છે. બુમરાહને પીઠમાં ઈજા થઈ છે અને હાલમાં તે બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. સીરિઝની બાકીની બે મેચો ગુવાહાટીમાં 2 ઓક્ટોબરે અને ઈન્દોરમાં 4 ઓક્ટોબરે રમાશે.

Most Popular

To Top