Gujarat

ખરીફ ઋતુમાં 16 જિલ્લામાં ભારે વરસાદથી પાક નુકસાનમાં 1.7 લાખથી વધુ ખેડૂતોને સહાય

ગાંધીનગર: રાજ્યમાં ચાલુ વર્ષે ખરીફ ઋતુમાં ૧૬ જિલ્લામાં ભારે વરસાદના (Rain) કારણે પાક નુકસાનના અહેવાલ મળ્યા હતા. જે સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ-૨૦૨૨ જાહેર કર્યું હતું. જેમાં ભારે વરસાદમાં પાક નુકસાનમાં અસરગ્રસ્ત 2,623 ગામના 1.7 લાખથી વધુ ખેડૂતોને (Farmer) રૂ.113 કરોડથી વધુના રકમની સહાય ચૂકવવામાં આવી છે, તેવું રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું હતું કે, આ કૃષિ રાહત પેકેજ-૨૦૨૨માં છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ ,સુરત, તાપી, ડાંગ, કચ્છ, આણંદ, ખેડા, જૂનાગઢ, મોરબી, પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ ૫૨ તાલુકાના કુલ અસરગ્રસ્ત ૨૬૨૩ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પેકેજમાં કુલ ૧,૩૮,૫૪૭ અરજીઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન મળી હતી. જે પૈકી કુલ ૧,૩૪,૯૧૮ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જેમાં કુલ ૧,૦૭,૪૯૭ ખેડૂતોને રૂ.૧૧૩.૭૯ કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં ડી.બી.ટી. મારફતે ચૂકવવામાં આવી છે. જ્યારે પાત્રતા ધરાવતા બાકી અરજીઓના ચૂકવણાની કાર્યવાહી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.

અસરગ્રસ્ત ગામોના ખાતેદાર ખેડૂત કે જેના પાક્ને ૩૩ ટકા અને તેથી વધુ નુકસાન હોય તેવા ખાતેદાર ખેડૂતોને કેળ સિવાયના પાકોમાં રૂ.૬૮૦૦ પ્રતિ હેક્ટર લેખે બે (૨) હેક્ટરની મર્યાદામાં સહાય માટેની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે કેળ પાક માટે SDRFમાંથી રૂ ૧૩,૫૦૦ ઉપરાંત સ્ટેટ બજેટમાંથી રૂ ૧૬,૫૦૦ એમ કુલ રૂ ૩૦,૦૦૦/- પ્રતિ હેક્ટર લેખે બે (૨) હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે.

Most Popular

To Top