સુરત જિલ્લાના કપલેથા ગામના શ્રીમંત ખેડૂત ડિગિયાએ તેની પત્નીએ શારીરિક સંબંધ (SEX) બાંધવાનો ઇનકાર કર્યા બાદ 7 મીની શોધ શરૂ કરી હતી. હકીકતમાં, ખેડૂત ડિગિયાએ ગયા વર્ષે સપ્ટેમ્બર 2020 માં છઠ્ઠી વાર લગ્ન કર્યા હતા અને 6 મહિના પછી જ્યારે પત્નીએ શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે તેણે તેને પણ છૂટાછેડા (DIVORCE) આપી દીધા હતા. અને સુવા વાળી 7 મી પત્નીની તલાશ શરૂ કરી હતી.
6 વખત લગ્ન કરનાર (Married ) આ ખેડૂત પાસેથી છૂટાછેડા લેવાનું કારણ પૂછતાં ડિગિયાએ એક અખબારને કહ્યું હતું કે મારી પત્નીએ મને તેની સાથે સુવા માટે ના કહી દીધી. સાથે જ તે મને મારા હૃદયરોગ, ડાયાબિટીઝ અને અન્ય રોગો વિશે ફરિયાદ કરતી હતી. માટે તેણે તલાક આપી દીધા. અને તેણે કહ્યું કે મને એક એવી પત્નીની જરૂર છે જે મારી સાથે તમામ પ્રકારના સંબંધો રાખી શકે.
જોકે, ડિગિયાની પહેલી પત્ની જીવંત છે અને તે 20 અને 35 વર્ષનાં પાંચ બાળકો સાથે એક જ ગામમાં રહે છે. તે જ સમયે, ડિગિયાના છ લગ્નોનો મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે છઠ્ઠી પત્નીને છૂટા કર્યા બાદ તેણે ખેડૂત વિરુદ્ધ આઈપીસીની કલમ 498-એ (પરિણીત મહિલા સાથે ક્રૂરતા) હેઠળ કેસ દાખલ કર્યો હતો.
પહેલાની પત્નીઓને જાણતી નહોતી છઠ્ઠી પત્ની
ફરિયાદી મહિલાનું કહેવું છે કે ખેડૂતે તેની સાથે લગ્ન કરતા પહેલા પાંચથી વધુ મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા પરંતુ તેને આ અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. તેમણે કહ્યું કે મને આ અંગે ગામલોકો પાસેથી ખબર પડી. ગામલોકોએ મને કહ્યું કે ડિગિયા થોડા મહિનાઓ સુધી મહિલાઓ સાથે સંબંધ જાળવે છે અને પછીથી તેને છોડી દે છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે પહેલી પત્ની જીવંત હોવા છતાં પણ તે ઘણી મહિલાઓ સાથે રહેતો હતો અને સંબંધ બનાવતો હતો.
મળતી માહિતી મુજબ ફરિયાદ કરનારી મહિલા 42 વર્ષની છે અને ખેડૂત સાથે લગ્ન કર્યા પહેલા તે વિધવા હતી. તેણે કહ્યું કે મને તે જાણીને આશ્ચર્ય થયું કે તે તેના પતિની પત્ની નંબર 6 છે. સાથે જ મહિલાના વકીલ ચંદ્રેશ જોબનપુત્રાએ જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં, ડિગિયાએ મહિલાને રાંદેરમાં તેની બહેનના ઘરે મૂકી દીધી હતી, અને કહ્યું હતું કે તે શહેરની બહાર જતો રહ્યો છે અને વળતા સમયે પાછો તેને તેના ઘરે લઈ જશે. પરંતુ ખેડૂત કદી પાછો ફર્યો નહીં અને તેથી તેણીએ પોલીસનો સંપર્ક કર્યો.
ફરિયાદ મળતા હવે કેસમાં તપાસ કરાશે
જો કે, જ્યારે આ અંગે ડિગિયાને પૂછવામાં આવ્યું ત્યારે તેણે અગાઉની બધી પત્નીઓથી અલગ થવાનું કોઈ નક્કર કારણ આપ્યું ન હતું. મહિલા પોલીસ સ્ટેશનમાં તપાસનીશ અધિકારી અસ્મિતા પારગીએ જણાવ્યું હતું કે, ડિગિયાએ અમને કહ્યું હતું કે તે મહિલા તેની સાથે રહેવાની ઇચ્છા રાખતી નથી કારણ કે તે તેની શારીરિક માંગણીઓ પૂર્ણ કરવા માટે અયોગ્ય છે. તેમણે કહ્યું કે અમે હજી આ મામલે તપાસ કરી રહ્યા છીએ. સંબંધિત તમામ લોકોના નિવેદનો નોંધ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.જો કે સવાલ એ પણ છે કે પોલીસ અન્ય 5 પત્નીની તલાશ પણ કરશે કે કેમ?