મુંબઈ: ભારત(India)નાં પ્રખ્યાત સંગીતકાર(Musician) અને સંતૂર(Santoor) વાદક(maestro) પંડિત શિવ કુમાર શર્મા(Pandit Shiv Kumar Sharma) નું નિધન(Died) થયું છે. તેમને 84 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા 6 મહિનાથી કિડનીની બીમારીથી પીડાતા હતાઅને તેઓ ડાયાલિસીસ પર હતા. તેમના નિધનથી મ્યુઝીક ઇન્ડસ્ટ્રીઝને મોટી ખોટ પડી છે.
પહેલું પરફોર્મન્સ વર્ષ 1955માં મુંબઈમાં હતું
પંડિત શિવકુમાર શર્માનો જન્મ જમ્મુમાં થયો હતો. પાંચ વર્ષની ઉંમરથી શિવકુમારે તબલા શીખવવાની શરૂઆત કરી હતી. તેણે 13 વર્ષની ઉંમરે સંતૂર શીખવાનું શરૂ કર્યું. તેમનું પહેલું પરફોર્મન્સ વર્ષ 1955માં મુંબઈમાં હતું. પંડિત શિવકુમારે મનોરમા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે દીકરા છે. એક દીકરો રાહુલ 13 વર્ષની ઉંમરથી સંતુર વગાડે છે. પંડિત શિવકુમાર દીકરા સાથે 1996થી સાથે પર્ફોર્મન્સ આપતા હતા.
આ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા
પંડિત શિવકુમારને નેશનલ તથા ઇન્ટરનેશનલ અનેક અવોર્ડ મળ્યા હતા. 1986માં તેમને સંગીત નાટક અકાદમીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1991માં પદ્મશ્રી તથા 2001માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
બોલિવૂડમાં ‘શિવ-હરિ’ની જોડી હીટ
ભારતીય સંગીતને તેમની વિશિષ્ટ શૈલીને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી. પંડિત શિવ કુમાર શર્માનું ફિલ્મ જગતમાં પણ તેઓનું મહત્વનું યોગદાન હતું. બોલિવૂડમાં ‘શિવ-હરિ’ (શિવ કુમાર શર્મા અને હરિ પ્રસાદ ચૌરસિયા)ની જોડીએ ઘણા હિટ ગીતોને સંગીત આપ્યું છે. સ્વર્ગીય ડિરેક્ટર-પ્રોડ્યૂસર યશ ચોપરાએ શિવ-હરીની જોડીને પહેલી વાર ફિલ્મમાં બ્રેક આપ્યો હતો.1981માં આવેલી ‘સિલસિલા’ ફિલ્મમાં આ જોડીએ સંગીત આપ્યું હતું. યશ ચોપરાની ચાર ફિલ્મ સહિત આઠ ફિલ્મમાં સંગીત આપ્યું હતું. શ્રીદેવી પર ચિત્રિત કરાયેલા ગીત ‘મેરે હાથોં મેં નૌ નૌ ચૂડિયાં’નું સંગીત આ હિટ જોડીએ કમ્પોઝ કર્યું હતું.
પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
મુખ્યમંત્રીએ સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માના નિધન પર શોક વ્યક્ત કર્યો મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જાણીતા સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમના શોક સંદેશમાં, મુખ્યમંત્રીએ કહ્યું છે કે સંગીત કલાના માસ્ટર પંડિત શિવકુમાર જી, જેઓ સ્વભાવે સરળ હતા અને આત્માને મંત્રમુગ્ધ કરી દેતા હતા, તેઓ મા સરસ્વતીના વિશિષ્ટ સાધક હતા. કલા અને સંગીતના ક્ષેત્રમાં તેમના વિશિષ્ટ યોગદાન બદલ ભારત સરકાર દ્વારા તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે તેમના અવસાનથી સંગીત જગતમાં એક વિશાળ શૂન્યાવકાશ ઉભો થયો છે. શોકગ્રસ્ત પરિવાર અને શિષ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ શિવકુમાર જીની આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી છે.
દુર્ગા જસરાજે શોક વ્યક્ત કર્યો
નિર્માતા અને અભિનેત્રી દુર્ગા જસરાજે આ અંગે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે પ્રકૃતિનું સંગીત શાંત થઈ ગયું છે. બાપુજી પંડિત જસરાજ જી પછી હવે શિવ ચાચાજીની અચાનક વિદાય એ મારા માટે બેવડી અને બધુ વિખેરી નાખનારી ક્ષણ છે. સાહિત્યકાર ગઝલકાર આલોક શ્રીવાસ્તવે આ દુઃખદ અવસર પર કહ્યું – સંતૂર સમ્રાટ પંડિત શિવકુમાર શર્મા રહ્યાં નથી. આપણી મહાન ભારતીય શાસ્ત્રીય સંગીત પરંપરાનો એક મધુર તારો તૂટી ગયો છે. દેવાધિદેવ મહાદેવને તેમના આત્માની શાંતિ માટે નમ્ર પ્રાર્થના.