પારડી : પારડીના (Pardi) લાડ સ્ટ્રીટમાં તસ્કરોએ એક સપ્તાહમાં જ બે વાર ચોરીના (Theft) પ્રયાસ કરતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. પારડી લાડ સ્ટ્રીટ ખાતે રહેતા કૃણાલ ચાંપાનેરીના મકાનમાં મધ્ય રાત્રે 3.30 વાગ્યો તસ્કરો ત્રાટક્યા હતા. તેઓ ઘરનો દરવાજાનો નકૂચો તોડી રૂમમાં પ્રવેશ્યા હતા. ચોરોએ કબાટમાં માલસામાન વેર-વિખેર કર્યો હતો ત્યારે મકાન માલિક કૃણાલ ચાંપાનેરી અને તેમની પત્ની પૂજા ચાંપાનેરી જાગી જતાં બૂમાબૂમ કરતા ચોરો કૂદીને ભાગી છૂટ્યા હતા. ઘટના અંગે પોલીસને જાણ કરતા તેઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા. ચોરી કરવા પહેલા ચોરે કૃણાલના મામા રાજેશ પરમારના મકાનમાં લગાવેલ સીસીકેમેરામાં આંટાફેરા મારતો નજરે પડ્યો હતો.
- તસ્કરોને હાથમાં કશુ નહીં આવ્યું, પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી ચોરોની શોધખોળ શરૂ કરી
- પારડી લાડ સ્ટ્રીટમાં સપ્તાહમાં જ અઠવાડિયામાં બીજીવાર ચોરીનો પ્રયાસ
જો કે એક સપ્તાહ અગાઉ જ લાડ સ્ટ્રીટમાં જ રહેતા ભીલાડવાળા બેંકના મેનેજર પરિમલભાઈ પંડ્યાના ઘરે ચોરીની ઘટના બની હતી તે તસ્કરો પણ કેમેરામાં કેદ થયા હતા. ત્યારે પોલીસ નાઈટ પેટ્રોલિંગ વધારે જેની અગાઉ રજૂઆત કરી હતી. પોલીસે સીસી કેમેરાના ફૂટેજના આધારે ચોરટાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે આજે રાત્રીના થોડે દૂર આગળ વાણીયાવાડમાં આ જ યુવાન ચોર રેકી કરતો દેખાયો હતો.
વાપીમાંથી રેલવેના ૨૪ લાખના પોલ ચોરી કરનાર ટેમ્પો ચાલક વલસાડ હાઈવે પરથી ઝડપાયો
વાપી રેલવેની હદમાંથી 30 પોલની ચોરી કરીને ટ્રેલરમાં લઈને ચાલક અંકલેશ્વર ભાગતો હતો. જેને વલસાડ ધમડાચી હાઇવે પર પોલીસે ટીમે ઝડપી પાડ્યો હતો. વાપી રેલવે જીઆરપીના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી કે રેલવેની હદમાંથી ૩૦ પોલ (કિંમત ૨૪ લાખ)ની ચોરી થઈ હતી. જેને પગલે વલસાડના ધમડાચી પીરૂ ફળિયા નેશનલ હાઇવે નંબર 48 સુરત તરફ જવાના માર્ગ ઉપર પીએસઆઇ એસ.બી.ઝાલા તથા એમની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે ટેલર નંબર જીજે ૨૧ વાય ૯૩૭૮ આવતા પોલીસે અટકાવી ટ્રેલરમાં ચેક કરતાં લોખંડના 30 પોલ મળી આવ્યા હતા. પોલીસે ચાલક વિકાસ રામનરેશ રાય પાસે બીલ માંગતા ચાલકે જણાવ્યું હતું કે સંદીપ ગુપ્તા ટ્રાન્સપોર્ટ કંપનીના સંચાલકના છે અને ભીલાડ રેલવે ટ્રેક પાસેથી હાઇડ્રો મશીન વડે પોલ ભરીને અંકલેશ્વર તરફ લઇ જવાતા હતા. પોલીસે વધુ પૂછપરછ કરતાં આ પોલ વાપી રેલવેની હદમાં ચોરી થયા હતા તે જ હોવાથી પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને વાપી જી.આર.પી. પોલીસને સોપ્યા હતા.