National

આંધ્ર પ્રદેશમાં નકલી દૂધનો કહેર: 16ના મોત, અનેક બીમાર; 3 દર્દીની હાલત ગંભીર

Andhra Pradeshના East Godavari જિલ્લામાં નકલી અને ઝેરી દૂધ પીવાના કારણે ભયાનક ઘટના સામે આવી છે, જેમાં અત્યાર સુધી 16 લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ દર્દી હજુ પણ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. ફેબ્રુઆરી મહિનાથી જ દૂધની ગુણવત્તાને લઈને ફરિયાદો મળી રહી હતી, પરંતુ હવે તપાસમાં આ મામલો વધુ ગંભીર હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, Narasapuram ગામમાં એક સ્થાનિક ડેરી યુનિટ દ્વારા સપ્લાય કરાયેલા દૂધનો ઉપયોગ 100થી વધુ પરિવારો દ્વારા કરવામાં આવ્યો હતો. દૂધ પીધા બાદ લોકોમાં અચાનક અસ્વસ્થતા, ઉલટી અને કિડની સંબંધિત ગંભીર લક્ષણો દેખાયા, જેના કારણે 20થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. દર્દીઓમાં બાળકો અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે.

આરોગ્ય વિભાગની તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે કે દૂધમાં એથિલિન ગ્લાઈકોલ જેવી ઝેરી રસાયણિક વસ્તુ મિશ્રિત કરવામાં આવી હતી, જે કિડની માટે અત્યંત નુકસાનકારક સાબિત થાય છે. કેટલાક દર્દીઓને ડાયાલિસીસ અને વેન્ટિલેટર સપોર્ટની જરૂર પડી હતી. ઘટના બાદ તાત્કાલિક દૂધની સપ્લાય બંધ કરવામાં આવી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરઘર સર્વે શરૂ કરવામાં આવ્યો છે. પોલીસે શંકાસ્પદ દૂધ વેપારીની ધરપકડ કરી છે અને અપ્રાકૃતિક મોતનો ગુનો દાખલ કરીને તપાસ તેજ કરી છે. સમગ્ર વિસ્તારમાં ભય અને દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top