Gujarat

ઓર્ગેનિક કૃષિ પેદાશોની ઊંચા ભાવે ખરીદી કરી ઉત્તેજન આપવા સરકારની વિચારણા

ગાંધીનગર: ગરીબ ક્લ્યાણ મેળાના (Fair) ૧૨મા તબક્કાના બીજા દિવસે મોરબીમાં (Morbi) આયોજિત ગરીબ ક્લ્યાણ મેળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) જણાવ્યું કે, ગરીબોને ગરીબીના અભિશાપમાંથી બહાર લાવી સ્વમાનભેર જીવન નિર્વાહનું સફળ માધ્યમ ગરીબ કલ્યાણ મેળા બન્યા છે. મોરબીમાં યોજાયેલા આ ગરીબ ક્લ્યાણ મેળા અંતર્ગત ૧૭૨૧ લાભાર્થીઓને રૂ. ૩.૪૦ કરોડના લાભસહાય અર્પણ કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીએ ગરીબ, વંચિત, જરૂરતમંદ લોકોને તેમના હક્કના લાભ – સહાય પહોંચાડવા ૨૦૦૯-૧૦થી આ ગરીબ ક્લ્યાણ મેળાનો નવતર અભિગમ આપણને આપ્યો છે. અત્યાર સુધીમાં ૧૧ તબક્કાના ૧૫૩૦ જેટલા ગરીબ ક્લ્યાણ મેળાઓથી ૧ કરોડ ૪૭ લાખ લોકોને ૨૬ હજાર કરોડ ઉપરાંતના સહાય-લાભો સરકારે આપ્યા છે. પટેલે એમ પણ જણાવ્યું હતું કે, ગરીબ ક્લ્યાણ મેળામાં અપાતી સાધન-સામગ્રી ગુણવત્તા યુકત હોય તે પણ રાજ્ય સરકારે સુનિશ્ચિત કર્યું છે.

રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે લેવાઈ રહેલા પગલાંઓની માહિતી પણ મુખ્યમંત્રીએ તેમના પ્રવચનમાં વણી લીધી હતી અને કહ્યું હતું કે રાજ્યના ખેડૂતો માટે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરી રાજ્ય સરકાર કૃષિક્ષેત્રે અદ્યતન ટેક્નોલોજીનો આવિષ્કાર કરી રહી છે. પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપવા માટે રાજ્ય સરકારે ઓર્ગેનિક કૃષિ પેદાશોનો વધુ ભાવ આપીને ખરીદી કરવા અંગે પણ વિચારી રહી છે.

Most Popular

To Top