SURAT

હીરા વેપારીઓને નિશાન બનાવતી, ઓનલાઈન છેતરપિંડી કરતી ટોળકી નો પર્દાફાશ

સુરત શહેરમાં હીરા વેપારીઓને નિશાન બનાવી કરવામાં આવતી એક મોટી ઓનલાઈન છેતરપિંડીનો ભાંડા ફોડ થયો છે. આરોપી એ મોબાઈલ નંબર અને ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને વિશ્વાસ જીત્યો અને ત્યારબાદ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું . સમગ્ર મામલે પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને મુખ્ય સુત્રધાર આરોપી ને ઝડપી પાડવામાં આવ્યા છે.

પોલીસ માહિતી અનુસાર, સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને વિદેશી ગ્રાહક તરીકે સંપર્ક કરવામાં આવતો હતો. આરોપીઓ WhatsApp અને અન્ય એપ્લિકેશન દ્વારા વેપારીઓ સાથે વાતચીત કરીને હીરા ખરીદવાની ઓફર કરતા અને વિશ્વાસ મેળવતા. તેઓ પોતાને જાણીતી આંતરરાષ્ટ્રીય કંપનીઓના પ્રતિનિધિ તરીકે રજૂ કરતા,જેના કારણે વેપારીઓ સરળતા થી વિશ્વાસમાં આવી જતા.આ રીતે આરોપી હરે કુષ્ણ ઉર્ફે હરી કમલેશ રાવણ એ અલગ અલગ વેપારીઓ પાસેથી હીરા મેળવી લીધા બાદ પેમેન્ટ માટે થોડો સમય માગતો અને બાદમાં સંપર્ક તોડી દેતા.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ આશરે ₹4.80 કરોડ થી વધુની છેતરપિંડી કરી છે. ફરિયાદ મળ્યા બાદ સુરત પોલીસ કમિશનર તથા ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી હતી.ટેકનિકલ સર્વેલન્સ અને મોબાઈલ નંબર ટ્રેકિંગના આધારે પોલીસને મહત્વપૂર્ણ સુત્ર મળ્યા અને ત્યારબાદ કાર્યવાહી કરીને ચાર માંથી એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો

આરોપી પાસેથી મોબાઈલ ફોન, ડિજિટલ પુરાવા તેમજ અન્ય સામગ્રી પણ કબજે કરવામાં આવી છે.આ આરોપી ની મોડસ ઓપરેન્ડી , આરોપીઓ પહેલા ઈન્ટરનેટ પર હીરા કંપનીઓની માહિતી મેળવે, ત્યારબાદ નકલી ઓળખ બનાવીને વિદેશી ખરીદદારો તરીકે સંપર્ક કરતા,તેઓ હીરા મેળવ્યા પછી પેમેન્ટ માટે 7 દિવસની મુદત માંગતા અને બાદમાં મોબાઈલ નંબર બંધ કરીને ગાયબ થઈ જતા.

પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અપીલ કરી છે અને અજાણ્યા લોકો સાથે મોટા સોદા કરતા પહેલા યોગ્ય ચકાસણી કરવાની સલાહ આપી છે. હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગેંગ સાથે સંકળાયેલા અન્ય લોકોની શોધખોળ ચાલુ છે.

Most Popular

To Top