નવી દિલ્હી: કેરળના (Kerala) કન્નુર (Kannur) જિલ્લાના મુલિયાથોડેમાં શુક્રવારે 5 એપ્રિલ 2024ના રોજ સવારે ક્રૂડ બોમ્બ વિસ્ફોટ (Bomb explosion) થયો હતો. જેમા એક વ્યક્તિના મૃત્યુ અને અન્યને ઈજા થવાનો બનાવ બન્યો હતો. તેમજ મૃતકની ઓળખ CPIM જવાન તરીકે થઇ હતી. તેમજ આ ઘટનામાં અન્યના ઘાયલ થયાના પણ અહેવાલ સામે આવ્યા છે.
બોમ્બ વિસ્ફોટના ભોગ બનેલ વ્યક્તીની ઓળખ શેરીન (31) તરીકે થઈ હતી, જે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ) (CPIM)નો કાર્યકર હતો. તેમજ વિસ્ફોટમાં ઘાયલ વ્યક્તિનું નામ વિનેશ (24) તરીકે થઇ છે. તેમજ આ ઘાયલોમાં સીપીઆઈ-એમ કાર્યકર પણ સામેલ છે.
એક ખાનગી ન્યુઝ એજન્સીના અહેવાલ મુજબ આ ક્રૂડ બોમ્બ વિસ્ફોટ જે પનોર પોલીસ સ્ટેશન હેઠળના મુલિયાથોડ વિસ્તારમાં થયો હતો. આ વિસ્ફોટ તે સમયે થયો હોવાનું માનવામાં આવે છે જ્યારે બોમ્બને બનાવવાની પ્રક્રિયા ચાલી રહી હતી. મૃતક શેરીન પાનુરના કવલીકલનો વતની છે. તેમજ મૃતક શેરીન અને ઘાયલ દિનેશ બંને CPI(M)ના સક્રિય સભ્યો હતા.
બ્લાસ્ટમાં ઘાયલ થયેલા યુવકની વેન્ટીલેટર પર સારવાર ચાલી રહી છે.
આ બોમ્બ વિસ્ફોટમાં સ્થાનિક સમિતિના નેતાનો પુત્ર વિનેશ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તે વેન્ટીલેટર પર છે. સૂત્રોનું કહેવું છે કે બંને પીડિતોને શરૂઆતમાં કોઝિકોડની ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ઘટના બાદ તેને પહેલા કન્નુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
અહેવાલ મુજબ વિસ્ફોટ ગઈકાલે રાત્રે લગભગ 1 વાગ્યે મુલિયાથોડ વુડ મિલ પાસે થયો હતો. ત્યારબાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમજ સ્થાનિક લોકોની મદદથી પીડિતોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
પોલીસ ઘટનાસ્થળેથી પુરાવા શોધી રહી છે
અહેવાલો દર્શાવે છે કે આ બોમ્બ વિસ્ફોટની ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની શક્યતા છે. તેમજ ઘટનાની માહિતી મળ્યા બાદ સ્થાનિક પોલીસ પ્રશાસને મામલાની તપાસ શરૂ કરી દીધી છે અને પુરાવા એકત્ર કરવા માટે ઘટના સ્થળનું નિરીક્ષણ પણ કરી રહી છે.
કોંગ્રેસ નેતાએ ઘટનાનો ઉલ્લેખ કર્યો
રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વી ડી સતીસને આ ઘટના માટે શાસક પક્ષ સીપીઆઈ (એમ)ને જવાબદાર ઠેરવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે ડાબેરી પક્ષ તેના કાર્યકરોનો ઉપયોગ સ્વદેશી બોમ્બ બનાવવા અને ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને બગાડવા માટે કરી રહ્યા છે.