National

પૂર્વ IAS તાલીમાર્થી પૂજા ખેડકર મુશ્કેલીમાં, નકલી નિકળ્યું વિકલાંગતાનું પ્રમાણપત્ર

નવી દિલ્હી: મહારાષ્ટ્રની (Maharashtra) પૂર્વ IAS તાલીમાર્થી પૂજા ખેડકરની (Pooja Khedkar) મુશ્કેલીઓ વધી ગઈ છે. પૂજા ખેડકર વિરુદ્ધ એક્શન લેવાય તેવી પણ સંભાવના છે, કારણ કે પૂજાનું ડિસેબિલિટી સર્ટિફિકેટ નકલી હોવાનું હાઇ કોર્ટમાં સાબિત થઇ ગયું છે. પૂજાના કેસમાં આજની સુનાવણી (Hearing) બાદ તેણીનું ડિસેબિલિટી સર્ટિફિકેટ નકલી હોવાની જાણ થતા, આગામી સુનાવણી આવતી કાલે 5 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

આજની સુનાવણી દરમિયાન પૂજા ખેડકરે પોતાના સર્ટિફિકેટમાં નામ બદલી નાખ્યું હોવાનું સામે આવ્યું હતું. તેમજ મહારાષ્ટ્રમાંથી આ નકલી પ્રમાણપત્ર આપવામાં આવ્યું હોય, આ દાવો પણ ખોટો હોવાનું જાણવા મળ્યું હતું. અગાઉ પૂજા ખેડકરે જે ડિસેબિલિટી સર્ટિફિકેટ ફાઈલ કર્યું હતું તેના સંબંધમાં કથિત રીતે પૂજાએ જણાવ્યુ હતું કે આ સર્ટિફિકેટ મેડિકલ ઓથોરિટી, અહેમદનગર મહારાષ્ટ્ર દ્વારા જારી કરવામાં આવ્યું હતું. ત્યારે પૂજાનો આ દાવો પણ ખોટો નીકળ્યો હતો.

ઓછા માર્ક્સ હોવા છતાં પરીક્ષા પાસ
અસલમાં પૂજા ખેડકરે UPSC પરીક્ષા માટે પસંદગીમાં વિશેષ છૂટ મેળવવા માટે વિકલાંગતા પ્રમાણપત્રનો ઉપયોગ કર્યો હતો. આટલું જ નહીં, UPSC પરીક્ષામાં ઓછા માર્ક્સ હોવા છતાં, પૂજા ખેડકરએ વિકલાંગતા પ્રમાણપત્રના આધારે મળેલી વિશેષ છૂટથી UPSC પરીક્ષા પાસ કરી હતી. તેમજ વિકલાંગતાના પ્રમાણપત્રથી મળેલા લાભના આધારે પૂજા ખેડકરે UPSC પરીક્ષામાં 841મો રેન્ક મેળવ્યો હતો. આવી સ્થિતિમાં, કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાની સાથે, દિલ્હી પોલીસે હવે સ્વીકાર્યું છે કે પૂજા ખેડકરનું વીકલાંગતાનું પ્રમાણપત્ર નકલી છે, જે મહારાષ્ટ્રમાંથી આપવામાં આવ્યુ ન હતું.

મેડિકલ વિભાગે અરજી નકારી
દિલ્હી પોલીસના સ્ટેટસ રિપોર્ટ અનુસાર, 2022 અને 2024ની UPSC પરીક્ષાઓ દરમિયાન પૂજા ખેડકરે બે ડિસેબિલિટી સર્ટિફિકેટ ફાઇલ કર્યા હતા, જેને મેડિકલ ઓથોરિટી અહેમદનગર મહારાષ્ટ્ર દ્વારા જારી કરવામાં આવ્યા હતા. જેમાં દિલ્હી પોલીસે શક્યતા વ્યક્ત કરી હતી કે આ દાવો ખોટો પણ હોઈ શકે છે કારણ કે જ્યારે મેડિકલ ઓથોરિટી પાસેથી પૂજા વિશે માહિતી મેળવી હતી ત્યારે મેડિકલ વિભાગે આ પ્રકારનું કોઈ પણ વિકલાંગતા પ્રમાણપત્ર આપવાનો ઈન્કાર કરી દીધો હતો. ઓથોરિટીનું કહેવું છે કે પૂજા ખેડકર જે ડિસેબિલિટી સર્ટિફિકેટની વાત કરી રહી છે તે તેમણે જારી કર્યું નથી.

Most Popular

To Top