વાત જ્યારે જ્વેલરીની હોય તો આપણું ધ્યાન હંમેશાં લેટેસ્ટ ટ્રેન્ડ પર જાય છે કે કયા પ્રકારની જ્વેલરી ફેશનમાં છે. હાલ ઉનાળાની શરૂઆત થતાં જ ફેશન પણ બદલાઈ છે. જી હા જ્વેલરીમાં ખાસ ફ્રૂટ ડિઝાઈનની જ્વેલરીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
સિઝન સાથે જ્વેલરીમાં બદલાવ
હાલ ઉનાળાની શરૂઆત થતાં જ લોકોની ખાણીપીણીમાં તો બદલાવ આવે છે. આ સિઝનમાં લોકો ફ્રૂટ ખાવાનું વધારે પસંદ કરતાં હોય છે. ત્યારે લોકોની પસંદ હવે જ્વેલરીમાં પણ બદલાય છે. અને અલગ અલગ પ્રકારની ફૂટ આકારની જ્વેલરી લોકો વધુ પસંદ કરી રહ્યાં છે.
ફ્રૂટ જ્વેલરી
ફૂટ જ્વેલરીમાં ખાસ તો આ જ સિઝનમાં તરબૂચ, મોસંબી, કિવી, દ્રાક્ષ અને સ્ટ્રોબેરી જેવા ફ્રૂટ માર્કેટમાં વધુ જોવા મળતા હોય છે. લોકો હવે આવા જ અલગ અલગ ઉનાળુ ફ્રૂટ જ્વેલરી પહેરવાનું પણ પસંદ કરી રહ્યાં છે. જેમાં પેન્ડલ, ઇયરિંગ, બ્રેસલેટ વગેરે વસ્તુઓનો મેચિંગ સેટ પણ મળે છે. આવી ફ્રૂટ જ્વેલરી હાલ યુવાઓનું આકર્ષણનું કેન્દ્ર બની છે.
રિયલ ફ્રૂટ જ્વેલરી કઈ રીતે તૈયાર થાય છે ?
ના માત્ર ફ્રૂટ શેપની જ્વેલરી મળે છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે તેમાં રિયલ ફૂટનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જી હા, રિયલ ફ્રૂટની સ્લાઈસ કરી તેને પ્રોસેસ કરી ત્યારબાદ તેને સૂકવીને જ્વેલરી રેડી થાય છે. રિયલ ફ્રૂટ જ્વેલરીને તૈયાર થતાં 4 થી 5 અઠવાડિયા જેટલો સમય લાગે છે.