‘મને MI નો ફોન તો નહીં જ ચાલે..!! iphone આપ તો લગ્ન કરીશ’. સગાઈમાં સાસરીયા પક્ષ તરફથી MI નો ફોન ગિફ્ટ કરાતા સુરતની હીના નામની છોકરી અને તેની બહેને ‘આ ફોન તો નહીં જ ચાલે, અમારી ઈજ્જત શું..!’ કહીને છોકરાવાળાને અપશબ્દો કહીને અપમાનિત કરતા સાસરિયા પક્ષે ‘જય સ્વામિનારાયણ, આવજો’ કહીને સગાઈ તોડી નાખી હતી. આ વાતચીતચ (TALKS)નો વિડીયો વાયરલ થતા સોશિયલ મિડીયા (SOCIAL MEDIA) સહિત સમગ્ર શહેરમાં તે ચર્ચાનું કારણ બન્યું હતું. લોકોએ સોશિયલ મિડીયા પર તેના મિમ્સ બનાવીને મૂક્યા તો બીજી તરફ MI ફોનની બ્રાન્ડ વેલ્યુ પણ ડાઉન થઈ ગઈ. આ ઘટના પછી ગુજરાતમિત્રે શહેરના કપલ્સ અને તેમના ફેમિલી સાથે વાત કરીને જાણ્યું કે કોઈને બ્રેક અપ (BREAK UP) બાદ હાશકારો થઈ ગયો તો કોઈ હજી રિલેશનશીપ (RELATIONSHIP) તૂટવાનો માતમ મનાવી રહ્યું છે. તો આવો જાણીયે બ્રેક-અપના કેટલાક રમૂજી કિસ્સાઓ…
1) મારી છેડતી કરનાર છોકરો જ મારો મંગેતર નિકળ્યો : રીયા જાદવાણી
રીયાએ પોતાના બ્રેક અના કિસ્સા વિશે વાત કરતા જણાવ્યું હતું કે મેં પહેલેથી જ નક્કી કર્યું હતું કે જ્યાં મારા પપ્પા કહેશે ત્યાં જ હું લગ્ન કરીશ. મારા પપ્પાનું ફ્રેન્ડ સર્કલ ખૂબ મોટું હતું. હું જેવી કોલેજમાં આવી કે તરત જ મારી માટે લગ્નની વાતો આવવા માંડી. મેં પપ્પાને કહી દીધું હતું કે તમે જે છોકરો મારા માટે પસંદ કરશો તે ફાઈનલ હશે. કેમ કે મારી અને પપ્પાની પસંદ (FATHERS SELECTION) મોટા ભાગે સરખી હતી. પપ્પાએ મારી માટે તેમના બેસ્ટ ફ્રેન્ડના છોકરાને પસંદ કર્યો હતો. જો કે તે વિદેશમાં ભણતો હોવાથી મેં તેને ક્યારેય જોયો નહોતો. તે 6 મહીના પહેલા જ ઈન્ડિયા આવ્યો હતો. પપ્પાએ સીધી તેની સાથે સગાઈની વાત કરી લીધી અને મારે સગાઈના દિવસે જ તેને જોવાનો હતો કેમ કે તે લગ્ન કરવા માટે જ ઈન્ડિયા આવ્યો હતો અને ફરીથી જોબ જોઈન કરવા પાછું જવાનું હતું.
સગાઈ (ENGAGEMENT)ના દિવસે રૂપિયો નાળિયેર જેવો નાનો પ્રસંગ જ ગોઠવ્યો અને સવારે જેવા એ લોકો ઘરે આવ્યા તો તેને જોઈને મારી આંખો પહોળી થઈ ગઈ. આ તે જ છોકરો હતો જેને મેં શોપિંગ મોલની બહાર 3 મહીના પહેલા બધાની સામે જોરથી એક લપડાક લગાવી દીધી હતી. કેમ કે અમે જ્યારે મુવી જોઈને બહાર આવ્યા ત્યારે તે તેના મિત્ર સર્કલ સાથે અમારી ગાડી પર બેઠો હતો અને મેં તેને નીચે ઉતરવા કહ્યું તો તેણે પાણીની પાઉચ તોડીને મારી પર ઉડાડ્યું. મેં તેને બધાની સામે જોરથી ઝાપટ મારી દીધી. સગાઈમાં તે પણ મને જોઈને ચોંકી ગયો અને અમે સગાઈ કેન્સલ કરી. છોકરીઓ આદર કઈ રીતે કરવો તેવા સંસ્કાર જ તેની પાસે નહોતા. મેં પપ્પાને બધી વાત કરી અને સગાઈ મોકુફ રાખી.
2) તેને કેળું ખાતા પણ નહોતું આવડતું તે ઘર કેમ સાચવે: દિવ્યેશ સુરતી
દિવ્યેશે જણાવ્યું હતું કે અમારી સગાઈ થઈ ગયા પછી અમે પહેલી વખત ડુમ્મસના દરિયાકીનારે ફરવા માટે ગયા હતા. ત્યાં ફર્યા અને ફોટાઓ પડાવ્યા બાદ અમે નાસ્તો કરવા માટે બહાર આવ્યા. મેં તે પૂછ્યું કે તને શું ભાવે છે? તો તેણે કંઈ પણ ખાવાની ના પાડી. તે દિવસે તેનો ઉપવાસ હતો. અમે ત્યાંથી બહાર નિકળ્યા તો રસ્તામાં ફ્રુટની લારી હતી. તેણે તેમાંથી કેળુ ખાવા માટે લીધું હું તેને કેળું ખાતા જોઈ જ રહ્યો. તેણે કેળાની આખી છાલ ઉતારી અને ફટાફટ કેળું ખાઈ ગઈ. તેના હાથ બગડ્યા તો મારી પાસે રૂમાલ પણ લુંછવા માંગ્યો અને રૂમાલ પણ બગાડ્યો.
ગ્રેજ્યુએટ થયેલી છોકરીને કેળું કઈ રીતે ખાવું તેની પણ સેન્સ નહોતી. આ છોકરી મારું ઘર કઈ રીતે સાચવે. મારે તેને મારી હાઈ પ્રોફાઈલ પાર્ટીમાં લઈ જતા પણ વિચાર કરવો પડે. મેં એક વખત વિચાર્યું કે હું તેને સુધારી દઈશ પણ પછી ખબર પડી તે તેને અભિમાન પણ ખૂબ હતું. આ બધું વિચારીને મને આ રિલેશનમાં એન્ટ્રી પહેલા જ એક્ઝિટ કરી લેવાનું યોગ્ય લાગ્યું. મેં ઘરે સ્વભાવ મેચ નહીં થાય તેમ કહીને ના પાડી દીધી તો તેમણે પણ વચેટીયા દ્વારા એવો જવાબ મોકલાવ્યો કે અમને તમારા કરતા સારું ઘર મળી ગયું. અમે પણ જય શ્રી ક્રિષ્ણ કહી દીધું.
3) નશામાં તે વારાફરતી તેની 10 ગર્લફ્રેન્ડના નામ બોલી ગયો : નેહા સિયાણી
નેહાએ પોતાના બ્રેક અપ વિશે વાતો શેર કરતા જણાવ્યું હતું કે મારું અને સતિષનું ફક્ત નક્કી જ થયું હતું. હજી સગાઈની તારીખ આવવાની બાકી હતી. મારા માસીના સબંધીના કુંટુંબમાંથી તેમણે આ સબંધ કરાવ્ય હતો. સતિષ ફેશન ડિઝાઈનર હતો અને થોડો ફ્રી માઈન્ડ પણ હતો. અમારી ફોન મેસેજ પર વાત થઈ અને અમે વેલેન્ટાઈન ડે ના દિવસે સવારથી સાંજ દમણ જવાનું નક્કી કર્યું. હું ઓકેશનલી ડ્રીંક કરું છું એટલે મેં હા પાડી અને તેના બીજા ગૃપના મિત્રો અમે દમણ જવા નિકળ્યા.
ત્યાં જઈને સતિષને ખૂબ જ હેન્ગ ઓવર થઈ ગયું અને વારા ફરતી તેની ગર્લપ્રેન્ડ્સના નામ લેવા માંડ્યો. લગભગ તેણે આઠથી દસ નામ લીધા અને મેં બધા નામ નોટ કર્યા. તેને સાંજે ઘરે પહોંચાડવો પણ એટલો જ મુશ્કેલ હતો. જેમ-તેમ કરીને પેરન્ટ્સને ખબર ન પડે તે રીતે અમે તેને ઘરે પહોંચાડ્યો. બીજા દિવસે સવારે મેં તેને આ તમામ ઘટના અને તેની ગર્લફ્રેન્ડ્સ વિશે પૂછ્યું, તો તેણે કહ્યું કે હા, આ બધું સાચું છે. ત્યાર પછી મને આ રિલેશનમાં મન જ ના રહ્યું. આગળ સગાઈની વાત વધે તે પહેલા જ મેં આ સબંધ અટકાવી દીધો.
4) તેને i20 માં જ ફરવું હતું મારી પાસે તો ALTO જ હતી: સમર્થ મહેતા
MI ફોન જેવી ઘટના સમર્થ સાથે જ બની હતી. હું એક IT કંપનીમાં જોબ કરું છું. સગાઈ પછી મેં મારી મંગેતરને OPPO નો ફોન ગિફ્ટ કર્યો હતો. જો કે પહેલા તો તેણે ફોન લેવાની ના પાડી દીધી. તેણે કહ્યું હું પણ જોબ કરું છું જાતે લઈ લઈશ પણ મારા મનાવવા પછી તેણે ફોન લઈ લીધો. બે મહિના થઈ ગયા છતા પણ તેણે ફોન બદલ્યો નહી. મેં તેને પૂછ્યું તો તેણે કહ્યું કે લગ્ન પછી બદલી નાખીશ. થોડા સમય બાદ તેના ફ્રેન્ડ સર્કલમાંથી મને જાણવા મળ્યું કે તેને OPPO નો ફોન વાપરવામાં શરમ આવતી હતી.
આ ઉપરાંત તેણે તેના મિત્ર સર્કલમાં એમ પણ કહ્યું હતું કે મને તો એમ હતું કે લગ્ન પછી હું i20 માં ફરીશ, આ લોકો પાસે તો ફક્ત ALTO ગાડી જ છે. તેમાં બેસતા પણ શરમ આવે. આ બધી વાત મેં તેને સામે બેસાડીને પુછી તો તેણે કબૂલ કર્યું કે હા આ તેના જ વિચારો હતા. મેં બીજા જ દિવસે તેને અલવિદા કહી દીધું. એવું નહોતું કે હું તેને આ તમામ વસ્તુઓ નહોતો આપી શકતો, પણ પોતાના કુટુંબની વાત બારના લોકોને કરતા પહેલા તેણે મારી સાથે બેસીને ચર્ચા કરવી જરૂરી હતી.