Top News Main

અમેરિકાએ ટોચના નેતાઓને ખતમ કર્યા છતાં ઈરાન કેમ ન તૂટ્યું? પાછળ છે આ ‘માસ્ટરમાઇન્ડ’ જનરલ

“એક જનરલે બનાવ્યો એવો સૈન્ય ફોર્મ્યુલા કે દુશ્મન નેતૃત્વ ને નાશ કરે તો પણ યુદ્ધ ચાલુ રહે!”

અમેરિકા અને ઇઝરાયલે 28 ફેબ્રુઆરી 2026ના રોજ ઈરાન સામે શરૂ કરેલી સૈન્ય કાર્યવાહી Operation Epic Fury દરમિયાન ઈરાનના ટોચના નેતૃત્વને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હુમલાઓમાં ઈરાનના સર્વોચ્ચ નેતા Ali Khamenei સહિત ઘણા ઉચ્ચ સૈન્ય અધિકારીઓના મૃત્યુના અહેવાલ સામે આવ્યા હતા


અમેરિકા અને તેના સહયોગીઓનો અંદાજ હતો કે આ હુમલાઓ પછી ઈરાનની સૈન્ય વ્યવસ્થા તૂટી જશે. પરંતુ લગભગ બે અઠવાડિયા બાદ પણ ઈરાન સતત મિસાઇલ અને ડ્રોન હુમલાઓ કરીને જવાબ આપી રહ્યું છે. મધ્યપૂર્વના અનેક દેશોમાં અમેરિકન બેઝ પર હુમલાઓ નોંધાયા છે


આ પરિસ્થિતિ પાછળનું સૌથી મોટું કારણ છે ઈરાનની “Decentralised Mosaic Defence Doctrine”. આ સૈન્ય રણનીતિના સર્જક છે ઈરાનના પૂર્વ IRGC કમાન્ડર જનરલ Mohammad Ali Jafari “Mosaic Defence” એવી રણનીતિ છે જેમાં આખું સૈન્ય એક કેન્દ્રિય કમાન્ડ પર આધારિત રહેતું નથી. તેના બદલે, સૈન્યને નાના અને સ્વતંત્ર યુનિટ્સમાં વહેંચવામાં આવે છે. દરેક યુનિટને પહેલેથી જ નક્કી કરેલી યોજના મુજબ કામ કરવાની છૂટ હોય છે. એટલે કે જો ટોચના નેતાઓ અથવા કમાન્ડ સેન્ટર પર હુમલો થાય તો પણ યુદ્ધ અટકતું નથી

જનરલ જાફરીએ આ વિચાર 2003ના Iraq Warમાંથી શીખ્યો હતો. ત્યારે અમેરિકાએ માત્ર થોડા અઠવાડિયામાં Saddam Husseinના શાસનને ખતમ કરી દીધું હતું. ઈરાન માટે આ ઘટના મોટી ચેતવણી બની , તે બાદ જાફરીએ ઈરાનની સૈન્ય રચનામાં મોટા ફેરફાર કર્યા. તેમણે Islamic Revolutionary Guard Corps (IRGC)ને એવી રીતે તૈયાર કર્યું કે જેમાં દરેક યુનિટ સ્વતંત્ર રીતે યુદ્ધ લડી શકે

વિશ્લેષકોનું માનવું છે કે આ “Mosaic Defence Doctrine” ઈરાનને યુદ્ધમાં તરત હરાવવું લગભગ અશક્ય બનાવે છે. ભલેને નેતૃત્વને નિશાન બનાવવામાં આવે, પણ સૈન્ય મશીનરી ચાલુ રહે છે, આ કારણસર આજના સંઘર્ષમાં પણ ઈરાન ઝડપથી તૂટતું નથી અને સતત પ્રતિક્રિયા આપતું રહ્યું છે

Most Popular

To Top